રાજુલામાં ખાનગી કંપનીનાં પ્રોજેક્ટ મેનેજરની હત્યા

  • છોડાવવા વચ્ચે પડેલાને પણ ઇજાઓ થતાં સારવારમાં મહુવા ખસેડાયો : એક ગંભીર
  • પાવર પ્લાન્ટનાં કર્મચારીની હત્યાના પગલે ઉધોગ ગૃહોમાં મચી ગયેલો ભારે ખળભળાટ

    રાજુલા, રાજુલા પંથક માં આવેલ નાની મોટી કંપની ના અધિકારી કમર્ચારી દેશ વિદેશ ના પરપ્રાંત લોકો રાજુલા શહેર ના અનેક વિસ્તાર માં વસવાટ કરી રહ્યં છે ત્યારે ગઈ કાલે મોડી રાતે હત્યા ની ઘટના થી સમગ્ર રાજુલા પંથક માં ચકચાર મચી ગઈ છે અહીં છતડીયા રોડ પર આવેલ દેવ રેસિડન્ટ વિસ્તાર માં રહેતા ગુજરાત પાવર પ્લાન્ટ ની ખાનગી કંપની ગેસ લાઈન ની કામગીરી ના પ્રોજેક મેનેજર શુભોદીપ સુજીત ભદ્ર ની હત્યા થતા ચકચાર મચી છે અહીં પોલીસ તપાસ માં એવી વિગતો ખુલી છે મોડી રાતે ઇનોવા કાર લઈ ને આ પરપ્રાંતી લોકો તેમના ઘરે દેવ રેસિડન્ટ માં પહોંચ્યા હતાં ત્યારે પાછળ થી પ્રદ્યુમન સિંહ ગોહિલ પ્રવીણ સિંહ ગોહિલ તેમના જ વિસ્તારમાં રહે છે તે આવ્યો હતો અને કહ્યું ગાડી કેમ પુરપાટ ની સ્પીડે ચલાવો છો તેમ કહેતા કેટલાક લોકો એ તેમને પરત મોકલી દીધો ત્યાર બાદ ફરી અહીં ઉશ્કેરાઇ ને છરી લઇ ને આવતા મારા મારી સર્જાય હતી હતી જેમાં ખાનગી કંપની ના પ્રોજેક્ટ મેનેજર શુભોદીપ સુજીત ભદ્રને ગંભીર જીવલેણ ઇજા થતા તેમનું ઘટના સ્થળે મોત થયું સાથે અન્ય પરપ્રાંતી લોકો છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ઇજા ઓ થઈ છે સબદરખાન નિઝામુદીન ને પણ ઇજા થવા પામી છે સાથે અંકિત સનોરિયા જેમને અતિ ગંભીર ઇજા ગળાના ભાગે થતા તાકીદે ભાવનગર હોસ્પિટલ ખસેડવા માં આવ્યો છે પરંતુ તેમની સ્થિતિ અત્યંત ગંભીર હાલત માં છે અને આખો મામલો હત્યામાં પલટાયો છે જયારે આરોપી પ્રદ્યુમન સિંહ પ્રવિણસિંહ ગોહિલ રહે રાજુલા વાળો તેમને પણ નાની મોટી ઇજા થતા વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ માં ખસેડાયો છે જયારે પોલીસ દ્વારા તેમને નજર કેદ કર્યો છે અને સારવાર બાદ તેમની રાજુલા પોલીસ ધરપકડ કરશે જયારે આ ઘટના ને લઇ ને પીપાવાવ પોર્ટ ,અલ્ટ્રાટેક,નર્મદા ,સિન્ટેક્ષ સહીત આસપાસ આવેલા ઉધોગ ગૃહો માં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા અને લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો જયારે ઘટના બાદ અંશુમન નની લાલ ઘોસ દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન માં પ્રદ્યુમન સિંહ ગોહિલ સામે હત્યા ની ફરિયાદ આપતા રાજુલા પોલીસ દ્વારા હત્યા નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જયારે મૃતક પીપાવાવ માં આવેલી ખાનગી કંપની નો પ્રોજેક મેનેજર શુભોદીપ ભદ્ર કલકતા બિલીયઘાટ મેઈન રોડ રાજ્ય વેશબંગાળ નો રહેવાસી હતો હાલ રાજુલા શહેર માં રહેતો હતો.

  • ખાનગી પ્રોજેક્ટ મેનેજરની હત્યા :ડીવાયએસપી

ડી.વાય.એસ.પી કે.જે ચૌધરી નો સંપર્ક કરતા કહ્યું પીપાવાવ ની ખાનગી ગેસ કંપની નો પ્રોજેક મેનેજર ની હત્યા મામલે હત્યા નો ગુન્હો રાજુલા પોલીસ સ્ટેશન માં નોંધાયો છે.પોલીસ તપાસ કરી રહી છે આરોપી પ્રદ્યુમન સિંહ ગોહિલ ને પણ ઇજા થતા મહુવા હોસ્પિટલ માં ખસેડાયો છે તેની ધરપકડ કરવા ની પોલીસ કાર્યવાહી ચાલુ છે.