રાજુલા,
રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના છજીૈં હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા ેંલ્લભ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા મફતપરા નવા રેલ્વે સ્ટેશન સામેથી બે ઇસમો અલગ અલગ નંબર પ્લેટ વગરની બે મોટર સાયકલો સાથે મળી આવતા જેઓની પાસે આ બન્ને મોટર સાયકલો પોતાના કબ્જામાં રાખવા અંગે કોઇ આધાર પુરાવા નહીં રાખી મળી આવેલ હોય જેથી બન્ને મોટર સાયકલોની કિ.રૂ.35,000/-નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે ભઇઁભ કલમ-102 મુજબ કબ્જે કરી મજકુર બન્ને શખ્સો મનસુખભાઇ જીવાભાઇ બારૈયા ઉ.વ.29 ધંધો.મજુરી રહે.રાજુલા મફતપરા નવા રેલ્વે સ્ટેશન સામે, બટુકભાઇ વશરામભાઇ શિયાળ ઉ.વ.35 ધંધો.મજુરી રહે.રાજુલા સલાટવાડા કુંભનાથ રોડને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી સી.આર.પી.સી કલમ 41(1)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.