રાજુલામાં ચોરીના બાઇક સાથે એકને પકડી પાડયો

  • હિંડોરણા ચેકપોસ્ટ ખાતેથી વાહન ચેકિંગ દરમિયાન
  • અગાઉ બે વણઉકેલાયેલા ચોરીઓના ગુન્હાનો ભેદ ખુુલ્યો

અમરેલી,
શ્રી કે.જે.ચૌધરીનાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓ તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી એમ. એસ. ગોહેલ સ્ટાફના માણસો સાથે હિંડોરણા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન મહેશભાઇ ઉર્ફે ભરત જીવણભાઇ વાળા ઉ.વ.25 ધંધો ખેતી રહે.કુંડલીયાળા તા.રાજુલા જી.અમરેલી શખ્સને પોતાના કબ્જાની ઓરેન્જ કલરની ટાંકી તથા બ્લેક કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ જેની નંબર પ્લેટ ઉપર લખેલ આર.ટી.ઓ. રજી. નંબર GJ 14 AR 2931 ના તેમજ ચેસીસ નંબર MB LH AR 082 H5 K07 093 ના હોય તેમજ એન્જીંન નંબર HA10AGH5K19963 હોય જે ઉપરોક્ત આર.ટી.ઓ. રજી. નંબર પોકેટ કોપ મોબાઇલની મદદથી સચે કરતા મો.સા.ના એન્જીંન નંબર તથા ચેસીસ નંબર મેચ થતા ન હોય જેથી મજકુર ઇસમે મોટર સાયકલની કોઇ છળકપટથી કે ચોરી કરી મેળવેલ હોવાની શંકા જતાં મોટર સાયકલની કિ.રૂા.25,000/-(પંચીસ હજાર) ગણી શક પડતી મિલકત તરીકે સી.આર.પી.સી. કલમ 102 મુજબ કબ્જે કરેલ અને મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ 41(1)ડી મુજબ ધોરણસર અટક કરી લઈ મજકૂર ઈસમની પુછ પરછ દરમિયાન અમરેલી જીલ્લાના બે વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલેલ છે.જેમાં અમરેલી સીટી સાવરકુંડલા ટાઉનના ગુન્હામાં પણ એક જ પ્રકારની મોડસ ઓપરેનડી હોવામાં જણાવ્યું છે.