રાજુલામાં છેલ્લા ચાર દિવસથી ડહોળા પાણીનું વિતરણ

રાજુલા,
રાજુલાન નગરપાલિકા દ્વારા શહેરમાં ટાંકા માંથી પાણી છોડવામાં આવે છે તે સતત ગંદુ અને ડોળુ પાણી શહેરના લોકો આરામથી પી રહ્યા આ પાણી પીવાથી છેલ્લા 24 કલાકથી તાવ શરદી ના કેસમાં વધારો થઈ રહ્યો હોય તેમ ખાનગી હોસ્પિટલોમાં તાવ શરદીના કેસોમાં વધારો થઈ રહ્યો છે સતત દુર્ગંધ કે ગટરનું પાણી ભર્યું ગયું હોય તેમ પાણી ખૂબ જ ડોળુ આવી રહ્યું છે આ પાણી સીધું ફિલ્ટર કર્યા વગરનું ધાતરવડી ડેમમાંથી આવતું હોય તેના કારણે આ પાણી સતત ડોળુ આવી રહ્યું છે આ પાણી તાત્કાલિક ધોરણે સારું પાણી આપવા માટે મહિલાઓમાંથી માંગણી ઉઠી છે લોકોને ચોખ્ખું પાણી મળે તે માટે મહીની યોજનાનું પાણી આપવું જોઈએ પરંતુ ધાતરવડી ડેમમાં ડેમમાં પાણી નવું આવી જતા રાજુલા શહેરમાં હવે ધાતરવડી ઓવરફ્લો થઈ જતા હવે પાણીના તળ ઉપર આવી ગયા છે બોરિંગમાં પણ પાણી ચડી ગયા છે જેથી સગવડતા વાળા લોકો કે બોરિંગ વાળા લોકો નગરપાલિકાનું આ પાણી વાપરતા નથી વરસાદના કારણે મચ્છર નો ઉપયોગ વધી ગયો જેથી મસર અને ડોળા પાણીના કારણે હવે લોકોનું આરોગ્ય માં છેડા થતા હોય તેમ ડોળા પાણીથી થઈ રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે રોગચાળો ન ફેલાય તે માટે શહેરમાં દવા છટકાવ અને સફાઈ અભિયાનમાં પણ થોડોક ધ્યાન રાજુલા નગરપાલિકા તંત્ર ધ્યાન આપે તેવી માંગણી શહેરેજનો માંથી ઉઠવા પામી છે આ અંગે પાલિકાનો પાણી વિભાગના કર્મચારીઓનો સંપર્ક કરતા જણાવ્યું કે ડેમ ઓવરફ્લો થઈ ગયેલો હોય ફિલ્ટર પ્લાન્ટ ન હોવાથી ધાતરવડી ડેમ નું સીધું પાણી ટાકા મા ઠલવાય છે અને સીધું પાણી લોકોને આપવામાં આવે છે જે ડેમનું પાણી ફિલ્ટર વગરનું આવતું હોવાથી ડોળું પાણી આવતું હોવાનું નગરપાલિકાના પાણી વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું તેમજ મહિનું પાણી ખૂબ અનિમિત હોય જેને કારણે દાતરડી ડેમ આધારિત આ યોજના હોવાથી હાલ રાજુલાની પ્રજા એક લાખ લોકો પાણી પી રહ્યા છે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી એવા રવું ભાઈ ખુમાણ નો સંપર્ક કરતા જણાવ્યું 80% ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી પૂર્ણતાના આરે છે અને ઝડપથી આ કામગીરી પૂરી થાય તે માટે અમો પ્રયત્નશીલ છીએ તેમજ લોકોની ફરિયાદ અંગે પણ પાણી ન મળતું હોવાની આવી હતી તે પણ તાત્કાલિક સ્થળ ઉપર જઈ મામલતદાર તથા ડેપ્યુટી કલેકટર અને ધારાસભ્યની સાથે બેઠક કરી અને લોકોને હવે ત્રણથી ચાર દિવસે પાણી મળતું થયું છે તેવી જ રીતે અમે ઝડપભેર ફિલ્ટર પ્લાન થાય તેવા પ્રયત્નો સતત અમારા છે ભાજપ અગ્રણી શ્રી રવભાઈખુમાણે જણાવ્યું.