રાજુલા
રાજુલા શહેરમાં આજરોજ 11મીએ દબાણ હટાવ ઝુંબેશ હતી પણ તેમાં સર્વ દબાણો હટાવવાનો કોઈ ઉલ્લેખ ન હતો આથી આજે પાલિકા દ્વારા ફરીથી જાહેર નોટિસ જારી કરી સાર્વજનિક દબાણો હટાવવા પાંચ દિવસની મહેતલ આપી હતી. જાણવા મળતી વિગત મુજબ આજરોજ નગરપાલિકાએ નોટિફિકેશન જારી કરતા જણાવ્યું હતું કે રાજુલા શહેરમાં નગરજનોની સુખાકારી વધે અને રસ્તા ઉપર અવરજવર કરવામાં સરળતા રહે તે માટે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત જાહેર રસ્તા ના કામો હાથ ધરવામાં આવે છે પરંતુ આવા જાહેર રસ્તા ઉપર ગેરફાયદા તરીકે દબાણ થવાથી જાહેર જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી આથી આ બાબતની ગંભીરતાને ધ્યાને નગરપાલિકા દ્વારા આગામી પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવે છે કે તમામ જાહેર રસ્તાઓ ઉપર થયેલ દબાણ દૂર કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેમાં ડુંગર રાજુલા જાફરાબાદ રોડ તેમજ શહેરના મુખ્ય માર્ગો થી શરૂ કરવામાં આવશે કર્મચ: શહેરી વિસ્તારના આંતરિક રોડ ઉપર પણ આવી કાર્યવાહી કરવામાં આવશે આ નોટિસ જાહેર પ્રસિદ્ધ થયા બાદ પાંચ દિવસમાં છાપરા કેબીન માલસામાન-ઓટા કે અન્ય કોઈ સ્વરૂપનું દબાણ કરેલ હોય તો તે હટાવી ખુલ્લી જમીન કરવા જાણ કરવામાં આવે છે અન્યથા આગામી સમયમાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સમગ્ર તંત્ર સાથે સંકલ્પમાં રહી નગરપાલિકા વિસ્તારોમાં આવેલ તમામ જાહેર રોડ તેમજ જાહેર ખુલ્લી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જરૂર પડશે તો લેન્ડ ગ્રેબીંગ હેઠળની કાર્યવાહી કરવામાં આવશે આ બાબતની નોટિસ આજરોજ નગરપાલિકાએ જાહેર પ્રસિદ્ધિ કરી હતી. અત્રે નોંધનીય બાબત છે કે અગાઉ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ નોનવેજ લારીઓ હટાવવા માટે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરી હતી.ત્યારે હવે દબાણ હટાવ ઝુંબ્રેશ હાથ ધરવામાં આવશે.