રાજુલામાં દરરોજ વીજળી ગુલ થતી હોવાથી હવે વીજ બિલ ન ભરવાનો શહેરીજનો દ્વારા નિર્ણય

  • તંત્ર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ જતા શહેરીજનોમાં રોષની લાગણી

રાજુલા,
રાજુલા શહેરમાં પીજીવીસીએલ ની કામગીરી સામે સમગ્ર શહેરીજનો ભારે રોષની લાગણી રાજુલા શહેરની એક લાખ જેટલી વસ્તી છે એક માસની અઢી કરોડની આવક છે પરંતુ સ્ટાફ પૂરતો ભરવામા આવતો નથી શહેરમા વીજળી અવાર નવાર ફોલ્ટ મા વગર વરસાદે જાય છે પરંતુ 24 કલાકમા દસ વાર વીજળી ગુલ થઈ જાય છે ત્યારે ટેલીફોન થી ફરિયાદ લખાવવામા ફોન કરે પરંતુ લોકલ લેન લાઈન પીજીવીસીએલ નુ કોઈ ફોન ઉપાડતુ નથી માત્ર ટેલિફોનની રિન્ગ રણક્યા કરે છે કમ્પ્લેન બુકમા લખેલી ફરિયાદો પણ 36. 36 કલાક સુધી ગ્રાહકોની ફરિયાદ નો નિકાલ કરવામા આવતો નથી અમરેલી જિલ્લાઓમા રાજુલા તાલુકામાં પીજીવીસીએલ તંત્ર દ્વારા સૌથી વધારે નાણા ગત વર્ષે રીપેરીંગ પાછળ વાયરીંગ વિજપોલ કેબલ બદલવામા નાખવામા આવ્યા હતા છતા સૌથી વધુ ફરિયાદો વીજ તંત્રની રાજુલા શહેર ની છે ગત વર્ષે પી.જી.વી.સી.એલ તંત્ર તરફથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તે પ્રજાના પૈસા નુ પાણી થઇ ગયુ હોય તેમ આજે રાજુલા શહેરમાં ઠેરઠેર ફરિયાદ પીજીવીસીએલની ફરિયાદો ઉઠવા પામી છે રાજુલા નગરપાલિકા ના ઉપ પ્રમુખ કનુભાઈ ધાખડા કહે છે કે જો આવી જ રીતે વીજતંત્ર ફોલ્ટ મા જાય અને ઝડપભેર કોઇપણ રીપેરીંગ કરવા મા આવતુ નથી ત્યારે તંત્ર ને શહેરીજનો નો રોષ નો ભોગ બનવુ પડશે તેવુ ઉપપ્રમુખ ધાખડા એ કહ્યુ હતુ. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શ્રી બકુલભાઈ એ જણાવ્યુ છે કે કોરોના ના કારણે લોકો ઘરમા બેસી અને દિવસો કાઢી રહ્યા છે ત્યારે વીજ તંત્ર અવાર નવાર ફોલ્ટ જતા લોકો પોતાના ઘરમાં પણ બેસી શકતા નથી અને ભયંકર ઉકળાટ અને ગરમીનો સામનો કરવો પડે છે રાજુલા શહેરમાં આવી જ રીતે પીજીવીસીએલ શહેરમાં ફોલ્ટ નિવારવામાં નિષ્ફળ જશે તો હવે આગામી દિવસોમાં લોકો મીટર બિલ ભરવાનુ પણ બંધ કરશે તેમ વેપારી આગેવાન શ્રી બકુલભાઈ વોરા એ જણાવ્યુ હતુ .અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રવુ ભાઈ ખુમાણ જણાવ્યુ કે પીજીવીસીએલ વીજ તંત્ર અને ફરિયાદો આવી છે તત્વ જ્યોતિ ફીડર મોટો છે તેના બે ટુકડા કરવા તેમજ ફોલ્ટ નિવારણ ગેંગ સતત પેટ્રોલિંગ કરે અને પીજીવીસીએલ દ્વારા ફોલ્ટ નિવારણ ગેંગમાં વધુ સ્ટાફ ફાળવવા માંગણી કરી હતી તેમજ શનિ-રવિમાં ખાસ કરીને જવાબદાર અધિકારીઓ પોતાના વતનમા ચાલ્યા જાય છે તેના બદલે હેડક્વાર્ટર પર રહેવા જોઈએ તેમ શ્રી રવુભાઈ ખુમાણ જણાવ્યુ આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ આજે રજૂઆત કરી હતી.આ પ્રશ્ને રાજુલાના ઉત્સાહી યુવાન જાગૃત કાર્યકર ઘનશ્યામભાઈ મશરૂ એ જણાવ્યુ કે ચોમાસા અને કોરાના ને કારણે લોકો ઘરમાં હોય છે ત્યારે વીજળી ગુલ થઇ જતી હોવાથી વૃદ્ધો બાળકો સહિત ઘરમા જ હોવાથી ભારે મુશ્કેલીમાં મુકાય છે તેમજ લાઈટ બિલ ઓના પણ ડબલ પૈસા આવ્યા છે ગુજરાત વિદ્યુત બોર્ડ કમાણી કરે છે સતા સુવિધા પૂરતા પ્રમાણમા આપતુ નથી તેની તપાસ કરવા ઉર્જા મંત્રી ને ઘનશ્યામભાઈ મશરૂ એ રજૂઆત કરી છે.સાથે સાથે આ પ્રશ્ન ગંભીરતા થી આ વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડીયા તથા અમરેલી જિલ્લા પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા માજી ધારાસભ્ય શ્રી હીરાભાઈ ઘટતુ કરાવે તેવી વેપારીઓની માંગણી છે