રાજુલામાં નવનિર્મિત હોસ્પિટલની મુલાકાતે શ્રીમતી ઉર્વી ભરત ટાંક

જાણિતા ઉદ્યોગપતી અને સેવાભાવી શ્રી ભરતભાઇ ટાંક અને શ્રીમતિ ઉર્વીબેન ટાંક રૂબરૂ મુલાકાત લઇ ભારે પ્રભાવિત થયાં : શ્રી અંબરીષ ડેરને બિરદાવ્યાં

અમરેલી,સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન ના પ્રેરક પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા રાજુલા જાફરાબાદ વિસ્તાર ના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર સંકલ્પીત શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત નિ:શુલ્ક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર પુ. મોરારીબાપુ ના આશીર્વાદ થી લોકસાહિત્ય શ્રી માયાભાઈ આહીર ના સહકાર થી નિર્માણ થઈ રહેલ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત આજ રોજ કરેલ.મોરારીબાપુ ની પ્રેરણા અને માયાભાઈ ના સહયોગ સાથે થી અંબરીશભાઈ ના સંકલ્પ થી હોસ્પિટલ નિર્માણ કાર્ય નો વિચાર આજે સંકલ્પ તરફ આગળ વધ્યો છે .પક્ષ અને વિપક્ષ થી પરે માનવતા થી નજીક નિ:શુલ્ક હોસ્પિટલ નિર્માણ અને સંચાલન નો સંકલ્પ ના ફક્ત રાજુલા પણ તમામ અમરેલી ડિસ્ટ્રિક્ટ માટે આશીર્વાદ નીવડશે. આ કાર્ય બદલ શ્રી અંબરીશભાઈ ને સનસાઈન ગ્લોબલ ફોઉન્ડેશન અને ટાંક પરિવાર દ્વારા શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન આપેલ હતા અને બિરદાવ્યા હતા આ સાથે શ્રીમતી ઉર્વીબેન તથા ભરતભાઇ ટાંક દ્વારા અંબરીશભાઈ સાથે વિસ્તૃત જાણકારી લઈ અને ચર્ચા કરી અને હર હંમેશા સર્વત્ર રીતે સાથ સહકાર આપીશું આ સાથે આવનારા દિવસો માં આ વિસ્તાર અને સમગ્ર અમરેલી જિલ્લા માટે સામાજિક , રાજકીય ,શેક્ષણિક , ઔધોગિક, આર્થિક , આરોગ્ય , પર્યાવરણ ના ક્ષેત્રો માં ઉન્નતિ તરફ આગળ ધપાવવા અને વેગમય બનાવા ચર્ચા વિચારણા કરેલ.ટાંક પરિવાર અને સનસાઈન ગ્લોબલ ફોઉન્ડેશન દ્વારા અંબરીશભાઈ નું વૃક્ષ આપી સાલ ઓઢાડીને સન્માન કરેલ.