રાજુલામાં નેશનલ હાઇવે ઉપર ટ્રકે બાઇકને હડફેટે લીધી : મહિલાનું મોત

રાજુલા, (જયદેવ વરૂ)
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે અહીં રાજુલાના હિંડોરણા નજીક બાઇક ચાલકને ટ્રક ચાલકએ હડફેટે લેતા પતિ પત્ની સવાર હતા પતિ જેનુભાઈ ની નજર સામે જ રજીયાબેન પત્ની નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજતા હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને1 કિલોમીટર સુધી ટ્રકો સહિત વાહનોની લાઇન લાગી હતી કલાક સુધી ટ્રાફિક જામ થતા રાજુલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક દૂર કર્યો હતો 108 સહિતની ટીમો દોડી આવી હતી ઘટના સ્થળે બાઈકમાં સવાર મહિલા પત્નીનું ઘટના સ્થળે મોત થયું પતિને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો અને મૃતક મહિલાને પીએમ માટે હોસ્પિટલમાં કાર્યવાહી હાથ ધરી હતી બાઈકમાં ટ્રક ચાલકની ટક્કર વાગતા પત્નીનું પતિના નજર સામેજ કરુણ મોત નિપજતા ભારે શોકમય માહોલ સર્જાયો .