રાજુલામાં પગાર નહીં થતા કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી

રાજુલા,
રાજુલા નગરપાલિકા કચરાની ગાડીનો ડ્રાયવર ઇકબાલ હુસેનભાઈ ચૌહાણ 42 વર્ષીયએ પ્રથમ સોશ્યલ મીડિયાંમાં વીડિયો વાયરલ કર્યો હતો જેમાં દોઢ માસથી પગાર થતો નથી અને નગરપાલિકા પ્રમુખને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને જે કાય પગલું ભરાય તેની પાછળ જવાબદાર પાલિકા પ્રમુખ ને ગણાવી આક્ષેપ કરી વીડિયો વાયરલ કર્યો હતો ત્યારબાદ આજે ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે અહીં રાજુલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે જાણવા જોગ દાખલ કરવામા આવી છે રાજુલા પોલીસ સ્ટેશન માંથી મળતી વિગતો પ્રમાણે નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ કાતરિયા તથા ચીફ ઓફિસર પાસે પગાર બાબતે ઉઘરાણી કરતા પગાર ન આપતા હોય જેના કારણે તેમના ત્રાસથી ફીનાઇલ પી લીધાની રાજુલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગની નોંધ કરી રાજુલા પોલીસ એ તપાસ હાથ ધરી છે