રાજુલામાં પાલિકાની જગ્યામાં આવેલ ઉકરડો સળગતા બે વાછરડા દાઝી ગયાં

રાજુલા,

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેર માંથી જાહેર કચેરો સાવરકુંડલા રોડ ઉપર આવેલ પૂજા બાપુ ગૌશાળા સામે નગરપાલિકાની જગ્યામાં એકઠો કરવામાં આવે છે અને ત્યારબાદ સળગાવવામાં આવે છે જ્યારે અહીં શહેર ભર માંથી કચેરો ભેગો થવાના કારણે રખડતા ભટકતા ગાય વાછરડું આખલા જેવા પશુ અહીં આરોગવા માટે આવે છે જ્યારે અહીં કોઈ અજાણીયા ઇસમ દ્વારા આગ લગાવતા કચરામાં આરોગી રહેલા વાછરડુ બળી જવાના કારણે ભડથું થતા ગૌવપ્રેમીઓ દોડી ગયા ભારે રોષ ફાટી નીકળ્યો છે નગરપાલિકા દ્વારા મોનીટરીંગ નહિ કરવાના કારણે અવાર નવાર અહી આગ લગાવવાની ઘટના સામે આવી રહી છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે આજે નિર્દોષ પશુ બે વાછરડાએ જીવ ગુમાવ્યો છે જેના કારણે વધુ નગરપાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે ગઈ કાલે પણ આખલો દાજી જતા ગંભીર રીતે ઇજા જોવા મળી રહી છે સમગ્ર ઘટનાને લઈ ઇન્ચાર્જ ચીફ ઓફિસર બોરડનો ટેલિફોનિક સંપર્ક કરતા રજા ઉપર હોવાને કારણે સંપર્ક થઈ ચૂક્યો ન હતો. ગૌવપ્રેમી વનરાજ ધાખડાએ જણાવ્યું અહીં ઉકરડામાં કતલખાનું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અહીં આગ લગાડી વાછરડાને મોતને ઘાટ ઉતારી રહ્યા છે આની તપાસ કરવા અમારી માંગણી છે ગાયું બળી જાય છે નગરપાલિકા વાળાની ગંભીર બેદરકારી છે આ પહેલી ઘટના નથી અનેક વખત આગ લગાડવામાં આવે છે નિર્દોષ ગાયો મરે તે કેટલા અંશે વ્યાજ કહેવાય ગૌમાતાની સેવા ન થાય તો કય નહિ પણ તેનો જીવ ન જાય તેનુ તો કમસેકમ ધ્યાન રાખો તેમ અનુરોધ કર્યો હતો.