રાજુલામાં પીજીવીસીએલ કચેરીએ સમગ્ર શહેરને બાનમાં લીધ્ાુ ં: રોષ

રાજુલા,
અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા પંથક ના ઉધોગો પીપાવાવ પોર્ટ,અલ્ટ્રાટેક જેવી અનેક નાની મોટી કંપની ઓ ધમધમી રહી છે ત્યારે તેમને રાજ્ય સરકાર અને પીજીવીસીએલ તંત્ર નિયમિત સુવિધા અને અને વીજળી પુરી પાડે છે ઉદ્યોગો ને વીજળી ગુલ ન થાય તેની પુરી તકેદારી રાખવા માં આવે છે અને ગ્રામીણ શહેરીજનો કરતા વધુ ઉદ્યોગ ગૃહો ને સુવિધા આપી વીજળી પુરી પાડવા માં આવે છે પરંતુ અહીં નજીક આવેલ રાજુલા શહેર માં વાંરવાર વીજળી ના ધાંધિયા થી લોકો ત્રહિમામ પોકારી ઉઠ્યા છે રાજુલા શહેર માં ગત રાતે વીજળી ગુલ થઈ જતા લોકો માં ભારે કસવાટ ફેલાયો છે સાથે સાથે 3 કલાક સુધી વીજળી નહીં આવતા લોકો માં ભારો ભાર રોષ જોવા મળ્યો હતો બીજી તરફ સમગ્ર શહેરીજનો દ્વારા ફરિયાદ અને રજૂઆતો કરવા માટે કોલ સેન્ટર માં કોલ કરતા હોય છે પરંતુ ત્યાં કોલ સેન્ટર તરફ થી કોઈ ફોન નહીં ઉપાડતા લોકો અને આમ નાગરિકો પીજીવીસીએલ કચેરી માં પોંહચીયા પરંતુ અહીં પોહ્ચ્તા રાજુલા ના નગરજનો ચોકી ઉઠ્યા અહીં માત્ર કોલ સેન્ટર માં ખાલી ખુડસી અને 2 ફોન રેઢા રણકતા દર્શ્યો સામે આવ્યા અહીં લેન લાયન ફોન અને અન્ય એક સરકારી ફોન આ બેન સતત આખી રાત સુધી રણક્યા હતા અને કોઈ રિસીવ કરવા વાળા કર્મચારી હાજર હતા નહીં જયારે અહીં ના મુખ્ય નાયબ ઇજનર ને પણ શહેર ના પ્રતિષ્ઠિત લોકો ફોન કરી રહ્યા હતા તેમનો ફોન પણ નહીં ઉપાડતા લોકો ની મુશ્કેલી ગત રાતે ખુબ વધી હતી જેના કારણે પીજીવીસીએલ સામે સમગ્ર રાજુલા ના નગરજનો માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો બીજી તરફ રાજુલા શહેર ના અનેક નાગરિકો દ્વારા ટ્વીટર મારફતે ઉર્જા મંત્રી સૌરભ પટેલ,કલ્કેટર સુધી રજૂઆતો કરાય હતી અને સમગ્ર મામલે પીજીવીસીએલ કચેરી ના અધિકારી સામે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નારાજગી દર્શવિ હતી મોડી રાતે કોલ સિનેટર ના ફોટા વિડ્યો પણ શોશ્યલ મીડિયા પર રાતે ખુબ વાયરલ થયા હતા અને ત્યારે અગાવ અહીં ફરજ બજાવી ચૂકેલા નાયબ ઇજનર ને ફરી રાજુલા માં મુકવા માં આવે તેવી પણ શહેરીજનો દ્વારા માંગ કરાય છે હાલ માં નાયબ ઇજનર સતત ગેર હાજર રહેતા હોવાને કારણે સતત ફોલ્ટ રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.