રાજુલામાં પીજીવીસીએલ સામે ફરિયાદો ઉઠતા અધિકારી દોડી આવ્યાં

રાજુલા,
રાજુલા શહેર મા વિજપ્રશ્નને વાંરવાર રજુઆત કરવા છતા કોઈ નિવાડો આવતો ન હતો શહેર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા,જીલા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ વગેરે રજુઆત કરી હતી અને અખબારો મા સમાચાર પ્રસિદ્ધ થયા હતા ત્યાર બાદ સાવરકુંડલા પીજીવીસીએલ ડીવીઝન નિનામા અધિકારી એ ગંભીરતા પૂર્વક નોંધ લીધી હતી અને રાજુલા કચેરી એ દોડી આવ્યા હતા અહીં થતા રાજુલા શહેત ના નાયબ ઇજનર જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચના ઓ અપાય હતી સાથે ચેમ્બર ના પ્રમુખ બકુલભાઈ વોરા, જીલા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ સાથે બેઠક કરી હતી અને જરૂરી માહિતી મેળવી વિવિધ પ્રશને કામગીરી કરવા બાબતે ખાતરી અપાય હતી