રાજુલામાં પેટ્રોલીંગ કરી રહેલું પોલીસનું ડ્રોન અચાનક ધરાશાયી : તપાસ શરૂ

રાજુલા, સમગ્ર દેશમા કોરોનાના હાહાકાર વચ્ચે લોક ડાઉન નો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તાર મા લોકો બિન જરૂરી બહાર ન નીકળે તેની માટે ડ્રોન થી નજર રાખી રહી છે.
અહીં રાજુલા ના ઘાસી વાડા વિસ્તાર મા રાજુલા પોલીસ ડ્રોન ઉડાડવા પોહચી જોકે અહીં કેટલાક યુવાનો બિનજરૂરી બહાર નીકળતા હોવાને કારણે પોલીસ દ્વારા અહીં ડ્રોન ઉડાડતા અહીં પતંગ ઊડતી હોવાને કારણે અહીં દોરી ફસાય જતા ડ્રોન નીચે ખાબકયુ અને તૂટી પડયુ જોકે અહીં ડ્રોન ની મોટાભાગ ની સામગ્રી ભાંગી તૂટી પડી હતી રાજુલા તાલુકા મા માત્ર 1 ડ્રોન હતુ તે પણ હવે તૂટી પડ્યું છે ત્યારે રાજુલા પોલીસ હવે ડ્રોન વિહોણી બની છે.
ત્યારે અહીં પતંગ ઉડાડનાર કોણ હતો તેની પણ પોલીસ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે અતિ કિંમતી ડ્રોન તૂટી જતા પોલીસ ની કામગીરી મા વિક્ષેપ પડ્યો છે ત્યારે આવી કપરી સ્થિતિ વચ્ચે કોણ ડ્રોન ઉડાડતુ હતુ તેની પણ તપાસ હાથ ધરાય છે.