રાજુલા ખાતે બ્રાહ્મીન યુથ ઓફ યુનિટી દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ નવરાત્રી મહોત્સવ નું સતત દસમા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો અને ખેલૈયાઓએ ભાગ લીધો હતો.રાજુલા ખાતે ઔદીચ્ય બ્રહ્મ સમાજ વાડીમાં ચાલેલી નવ દિવસની નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબા હતા અને તમામને છેલ્લા દિવસે નવાજવામાં આવ્યા હતા બ્રહ્મ સમાજના આગેવાનોના સહકારથી આ નવરાત્રી મહોત્સવ સંપન્ન થયો હતો.દશેરાના દિવસે ભવ્ય ઇનામ વિતરણ આ નવરાત્રી મહોત્સવમાં કરવામાં આવ્યો હતો જેમાં નવ દિવસ રમનાર મહિલા ખેલૈયાઓને સુવર્ણ દાનથી સન્માનિત કરવામાં આવ્યો હતો 33% મહિલા અનામત આવતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી તમામ ખેલૈયાઓને સોનાની ચૂંક આપવામાં આવી હતી અને નવાજવામાં આવ્યા હતા રાજુલામાં પ્રથમ વખત આ રીતે સુવર્ણ દાન કરી અને બ્રહ્મ સમાજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ તકે બ્રહ્મ સમાજના ખેલૈયાઓએ આ સુવર્ણ દાનને આવકાર્યું હતું.આ તકે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો તેમજ બ્રહ્મ સમાજની વિવિધ પેટા જ્ઞાતિઓ રાજગોર યુવા સોશિયલ ગ્રુપ સિમ્બર સંવાય બ્રહ્મ સમાજ કંડોળીયા બ્રહ્મ સમાજ ઉનેહવાલ બ્રહ્મ સમાજ ઔદીચ્ય બહ્મસમજ મેવાડા બ્રહ્મસમાજ જય પરશુરામ યુવા ગ્રુપ મહિલા પાંખ કર્મચારી મંડળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા