રાજુલામાં પ્રૌઢનું ગળાફાંસો ખાઇ લેતા મોત

અમરેલી,
રાજુલા ડોળીના પટ્ટ વિસ્તારમાં રહેતા જાકીરહુસેન ઇકબાલહુસેન કાદરી ઉ.વ. 45 ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય. તેના ઉપર લેણુ વધી જતાં આર્થિક સંકડામણના કારણે પોતે પોતાની મેળે ઘરની ગેલેરીમાં પતરાના પાઇપ સાથે દુપટો બાંધી ગળા ફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું અબ્દુલરજાક મહમદ ઇકબાલ કાદરીએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.