રાજુલામાં બળાત્કારના ગુનામાં આજીવન કેદ ફટકારતી કોર્ટ

  • જિલ્લામાં સગીર વયની કન્યાઓ સાથે અપહરણ અને બળાત્કારના બનાવો સામે કોર્ટનો લાલબતીરૂપ ચુકાદો 
  • 2017માં સગીર વયની બાળકીને ભગાડી જઇ બળાત્કાર કરનાર રાજુલાના આરોપી શાહરૂખ ઉમરખા બ્લોચને 2 લાખનો દંડ અને 15 લાખનું વળતર ચુકવવા હુકમ કરાયો
  • અપહરણમાં 7 વર્ષ અને 10 વર્ષ તથા સગીર વયની બાળકી સાથે શરીર સબંધ બાંધવાના આજીવન કેદ : રાજુલાની એડીશ્નલ સેસન્શ અને સ્પેશ્યલ (પોકસો) કોર્ટનો ચુકાદો

રાજુલા,
રાજુલાના એડીશનલ ડ્રીસ્ટ્રીક એન્ડ સેશન્સ અને સ્પેશયલ (પોકસો) કોર્ટ પોકસો કેસમાં આજીવન કેદની સજા કરી હતી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે કડીયાળી તાા.રાજુલાના આરોપી શાહરૂખ ઉમરખા બ્લોચ એ સને 2017ની સાલમા સગીર વયની બાળકીને ભગાડી જઈ તેની સાથે બળાત્કાર કરેલ તેની ફરિયાદ ચાલી જતા જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ શિયાળ ની ધારદાર દલીલો અને પુરાવાઓ માન્ય રાખી રાજુલા એડીશનલ સેશન્સ અને સ્પેશયલ (પોકસો) કોર્ટના જજ શ્રી એસ.પી.ભટએ આઈ.પી.સી. કલમ 363ના ગુન્હામાં 7 વર્ષ કલમ 366ના ગુન્હમા 10 વર્ષ 376 ના ગુન્હામાં આજીવન કેદ તથા રૂ.1,00,000/-નો દંડ પોકસો કાયદામાં કલમ જના ગુન્હમાં આજીવન કેસ તથા 25,000/- નો દંડ કલમ 8ના ગુન્હામાં 5વર્ષની સજા કલમ18ના ગુન્હામાં 10વર્ષ તથા 25,000/-નો ભોગ બનનારને સામાજીક મહામારીનો સામનો કરવો પડે તેમ હોય જેથી રૂ.15,00,000/-નુ વળતર તરીકે ચુકવવાનો હુકમ કરેલ છે તેમજ દંડની રકમ માંથી રૂ.50,000/- ભોગ બનનારને ચુકવવા હુકમ કરેલ છે. અમરેલી જિલ્લામાં સગીર વયની કન્યાઓને ભગાડી જવાના વધેલા ગુનાઓ વચ્ચે કોર્ટે લાલબતીરૂપ આ ચુકાદો આપતા આવા બનાવો ઉપર અંકુશ આવે તેવી આશા રખાઇ રહી છે.