રાજુલામાં મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ તંત્ર દ્વારા બંધ કરાઇ

  • કલેક્ટરની સુચનાથી વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા તપાસને અંતે
  • હોસ્પિટલ ખાતે ફાયર સેફટીને લગતા જરૂરી સાધનોનો અભાવ અને એન.ઓ.સી.મેળવેલ ન હતું : બાયો મેડિકલ વેસ્ટ રુલ્સ 2006 અંતર્ગત ઓથોરાઈઝેશન ના મેળવી નિયમોનો ભંગ જોવા મળેલ

ડુંગર,અમરેલીના કાર્યશીલ કલેકટર શ્રીની સુચના અનુસાર વહીવટી તંત્રની સંયુક્ત ટીમ દ્વારા રાજુલાની શુભમ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલની તપાસ હાથ ધરતા હોસ્પિટલ ખાતે ફાયર સેફટીને લગતા જરૂરી સાધનોનો અભાવ અને એન.ઓ.સી.મેળવેલ ન હતું. તેમજ બાયો મેડિકલ વેસ્ટ રુલ્સ 2006 અંતર્ગત ઓથોરાઈઝેશન ના મેળવી નિયમોનો ભંગ જોવા મળેલ. તેમજ જરૂરી લાયકાત વગર દર્દીઓની સારવાર કરવી અને બિનકાયદેસર વ્યક્તિ દ્વારા મેડિકલ સ્ટોરમાથી દવાઓ આપવા જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળેલ હોઈ અને હાલ કોરોના મહામારી ચાલી રહી હોય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક હોસ્પિટલને બંધ કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવામા આવી હતી.તેમજ આ હોસ્પિટલના એક ડોકટર પર અતગાઉ પણ કોવિડ-19 અંતર્ગત ફ્લુના દર્દીઓની માહિતી છુપાવવા બદલ કલેકટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવેલ હોવાનુ જાણવા મળેલ છે તેમજ તંત્રની આ કામગીરીથી અમરેલી જીલ્લાના અન્ય હોસ્પિટલ/ડોક્ટરોમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.