અમરેલી,
રાજુલામાં રહેતી રીંકલબેન મનીષભાઇ મહેતા ઉ.વ.33 ના પતિ મનીષભાઇનું 2 માસ પહેલા એટેક આવતા મૃત્યુ થયેલ.જેના દુ:ખમાં રીંકલબેનને એકલવાયું લાગતા પોતાની મેળે ધાબા ઉપર પાણીની ટાંકીની પાઇપમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું મિતેષભાઇ મહેતાએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.