રાજુલામાં મારામારી અને ચોટીલામાં ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહીલાને ઝડપી લીધી

રાજુલા,
રાજુલા પો.સ્ટે ના મારા મારી ના ગુનામાં તેમજ ચોટીલા પો.સ્ટે ના ઘરફોડ ચોરીના ગુન્હાં નાસતી કરતી મહિલા આરોપીને રાજુલા ખાતેથી પકડી પાડેલ છે.રાજુલા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. જી.એમ.જાડેજા તથા રાજુલા પો.સ્ટેના માણસો દ્વારા રાજુલા પો.સ્ટે દાખલ થયેલ .મુજબના ગુન્હામાં પકડવાની બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતી ફરતી મહિલા આરોપી જશીબેન વા/ઓ શાંતીભાઇ ચૌહાણ ઉવ.55 ધંધો મજુરી રહે.રાજુલાતત્વજ્યોતી તા.રાજુલા જી.અમરેલીને રાજુલા મુકામેથી ચોક્કસ બાતમી આધારે શોધી કાઢી રાજુલા પો.સ્ટેના ગુન્હામાં ધોરણસર અટક કરેલ છે,અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવેલ .