રાજુલામાં મારૂતી ધામ માટે 2.75 કરોડ ફરવા લાયક સ્થળ બનશે

રાજુલા

રાજુલા શહેરમા મારુતિ ધામ શહેરનું એતીહાસિક પોરાણીક તળાવ આવેલ છે આસપાસ પથરોની ખાણો અને હનુમાન જી નું મંદિર આવેલ છે વર્ષો પહેલા લોકો ફરવા આવતા પરંતુ કેટલાક વર્ષોથી અહીં અસામાજિક તત્વોનો અડ્ડો અને આસપાસમાં લોકોએ દબાણ કરતા હોવાને કારણે લોકોમાં નારાજગી હતી હવે અહીં 2.75 કરોડના ખર્ચએ મારૂતિ ધામ તળાવ ફરવા લાયક સ્થળ બનશે અહીં બગીકો પણ સાથે બનશે શહેરમાં ફરવા લાયક સ્થળ નહિ હોવાને કારણે અહીં લોકોની માંગણી હતી તેના કારણે મંજૂરી મળ્યા બાદ હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં ટેન્ડર ઓપન થવા હવે ટુક સમયમાં અહીં કામગીરી હાથ ધરવામાં આવશે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સ્થળ વિજીટ કરી રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વપ્રમુખરવુભાઈખુમાણ,સાગરભાઈ સરવૈયા,ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા બકુલભાઈ વોરા મહેશભાઈ ટાંક મનોજભાઈ પંડયા સહિત વેપારી મંડળ ટીમ સાથે સ્થળ પર પોહચી વિજીટ કરી નિરીક્ષણ કર્યું દબાણ કામગીરી દરમ્યાન દબાણ સામે આવશે તો દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે ઝડપથી કામગીરી શરૂ કરવા માટે ધારસભ્ય દ્વારા એજન્સી અને અધિકારીઓને સૂચના આપી દીધી છે શહેરના લોકો માટે ફરવા લાયક સ્થળ આવતા ટૂંકા દિવસોમાં બનવા જય રહ્યું છે