રાજુલામાં માસ્ક ન પહેરનાર દંડાશે

  • વધતા જતા જિલ્લામાં કોરોના કેસને લઈ રાજુલા પંથકમાં તંત્ર એલર્ટ થયું

રાજુલા,
અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા જાફરાબાદ પંથક દરિયા કાંઠો હજુ પણ કોરોના થી બચી રહ્યો છે ત્યારે લોક જાગૃતિ આવે તે માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સતત અપીલ કરી રહ્યા છે અહીં પ્રાંત અધિકારી કે.એસ ડાભી ના માર્ગ દર્શન હેઠળ મામલતદાર ગઢીયા અને તેમની તેમ દ્વારા દુકાનો માં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય છે કેમ તેને લઇ ને સતત નજર રાખી રહ્યા છે ઉપરાંત માસ્ક વગર ના લોકો સામે દંડ ની કાર્યવાહી કરી રહી છે છે મામલતદાર ગઢીયા દ્વારા 51 લોકો ને માસ્ક નહીં પહેરનારા લોકો ને 200 રૂપિયા લેખે દંડ ફટકારતા 51 લોકો ઝડપાયા હતા 10,000 ઉપરાંત નો દંડ પણ ફટકારી દીધો હતો.
જયારે પી.આઈ. આર.એમ.જાલા અને તેમની ટિમ પીએસઆઇ સેગલીયા સહીત પોલીસ સ્ટાફ દ્વારા માસ્ક પહેરવા માટે સતત લોકો ને અપીલ કરી રહ્યા છે અને વાહન ચાલકો ને રોકી રોકી અપીલ કરી રહ્યા છે સાથે માસ્ક વગર ના લોકો ને દંડ આપી કાર્યવાહી કરી રહ્યા છે રાતે કડક પેટ્રોલિંગ કરી લોકો બિન જરૂરી બહાર ન નીકળે તે માટે સતત પેટ્રોલિંગ શહેર અને સોસાયટી વિસ્તાર માં જોવા મળી રહ્યું છે.
જયારે દિવસ દરમ્યાન મુખ્ય બજાર અને દુકાન ધારકો અને શોરૂમ જેવી કોમ્પ્લેક્ષ વિવિધ જગ્યા એ ભીડ ન એકથી થાય તેની માટે પણ સતત નજર રાખતા હોય છે અને લોકો ને સતત અપીલ કરી રહ્યા છે.