રાજુલામાં મીની વાવાઝોડું : વાવેરામાં ટ્રાન્સર્ફોમર ધરાશાયી

રાજુલા,હવામાન વિભાગની આગાહીની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે રાજુલા તાલુકા માં આજે બપોર બાદ વાદળ છાયુ વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો વરસાદ આવ્યો નહિ માત્ર પવન ની ગતિ વધી જેના કારણે રાજુલા શહેર મા પણ થોડીવાર માટે મીની વાવાજોડા ના દ્રશ્યો સર્જાય હતા પરંતુ અહીં શહેર માં કોઈ મોટા નુકસાન ન સમાચાર નથી ત્યારે વાવેરા ગામ માં પવન ગતિ એવી વધી અને નાનકડા વાવેરા ગામ માં ભારે અફડા તફડી સર્જાય ગઈ હતી.વાવેરા ગામનુ પીજીવીસીએલ નુ આખુ ટ્રાર્ન્ફોમર ભારે પવનના કારણે ધરાશયી થયુ હતુ તેના કારણે કેટલાક વીજ વાયરો અને વિજપોલો પણ ધરાશય થયા હતા જોકે મોટાભાગ ના ગામ ના અને રોડ પર ના વૃક્ષો ધરાશય થયા હતા જેના કારણે ગામ લોકો દ્વારા રાજુલા રુલર પીજીવીસીએલ ને જાણ કરતા વિજકર્મી ઓ તાકીદે દોડી ગયા અને યુદ્ધ ના ધોરણે કામગીરી શરૂ કરાઇ હતી જોકે મોડી સાંજ સુધી માં ગામ ને વીજળી મળે તેના માટે વિજકર્મી અને ઓફિસરો કામે લાગ્યા હતા પરંતુ વૃક્ષો એ ભારે દોડધામ મચાવી હતી.