રાજુલામાં મેઇન બજારમાં દુકાનો બંધ કરાવવા ટોળા એકત્ર થયાં

રાજુલા, રાજય સરકાર દ્વારા આજ થી દુકાનો ખુલી રાખવા ની છૂટ આપી છે ત્યારે મુખ્ય બજાર અને કોમ્પ્લેક્ષ વિસ્તાર મા દુકાનો બંધ રાખવા ની રાજય સરકાર ની ગાઈડ લાઇન છે તેવા સમયે આજે રાજુલા શહેર મા વિવાદ ઉભો થયો છે અહીં વહેલી સવાર થી સમગ્ર રાજુલા શહેર ધમધમતુ થયુ હતુ જેને લઈ ને ચીફ ઓફિસર અને તંત્ર દ્વારા લાલ આંખ કરાય હતી અહીં ચીફ ઓફિસર અને તંત્ર ની સૂચના મુજબ પોલીસ દ્વારા કેટલીક મુખ્ય બજાર અને કોમ્પ્લેક્ષ ની દુકાનો બંધ કરાવી હતી જેના કારણે રોષ જોવા મળ્યો હતો બીજી તરફ અહીં ચીફ ઓફિસર દ્વારા બંધ કરાવતા વેપારી ઓ મોટી સંખ્યા મા એકઠા થયા હતા અને રોષ જોવા મળ્યો હતો જ્યારે સ્થાનિક કોંગ્રેસ ના ધારાસભ્ય અંબરીશ ડેર પણ અહીં દોડી આવ્યા હતા અહીંના પ્રાંત અધિકારી કે.એસ.ડાભી એ જણાવ્યુ હતુ સરકાર શ્રી ની ગાઈડ લાઈન છે કોમ્પ્લેક્ષ અને મુખ્ય બજારો બંધ રાખવા ની સૂચના છે