રાજુલા,
2022 વિધાન સભા ચૂંટણીઓ બાદ છેલ્લા કેટલાક સમયથી અમરેલી જીલ્લાના વિવિધ તાલુકામથક શહેરોમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સૌ પ્રથમ સાવરકુંડલા, ધારી અને અમરેલી બાદ રાજુલા શહેરમાં તંત્ર અને નગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ રાજુલા શહેરના ભેરાઇ રોડ, ડુંગર રોડ, છતડીયા રોડ, મહુવા રોડ તેમજ જાફરાબાદ રોડ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી સવારે થી જ કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરમાં પાલિકા દ્વારા 350 થી વધુ ગેરકાયદે દબાણો દુર કરવા માટે અગાઉથી જ નોટિસ આપવામાં આવી હતી જેના અનુસંધાને મોટાભાગના કેબીનો સહિત ગેરકાયદે દબાણો સ્વેચ્છિક દુર કરવામાં આવ્યા હતા બાકી રહેલા દબાણો પર આજે સવારે થી જ બુલડોઝર ફરી વળ્યુ હતું જેમાં છાપરા,બોર્ડ ઓટલા પગથિયાં જેવા દબાણ હટાવાયા જેના કારણે સમગ્ર શહેરના વેપારીઓમાં ફફડાટ સાથે રોષ ફેલાયો હતો ઉપરાંત જાહેર માર્ગો ખુલા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે ગેરકાયદેસર દબાણની કામગીરીમાં ડી.વાય.એસ.પી.સહિત પોલીસ અધિકારીઓ પ્રાંત અધિકારીઓ મામલતદાર ચીફ ઓફિસર સહિત અલગ અલગ વિભાગની ટીમો જોડાય હતી જેમાં રાજુલા શહેરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વેપારીઓને દોઢ ફૂટ જગ્યામાં રહેલા પગથિયાં પણ તોડી પાડતા વેપારીઓમાં થોડીવાર રોષ ફેલાયો હતો જોકે કેટલાક વેપારીઓ દ્વારા નગરપાલિકાના અધિકારીઓને રજૂઆતો કરી હતી તાત્કાલિક મામલતદાર પોહચી જેસીબી ધારકને અટકાવતા મામલો થાળે પડ્યો હતો જ્યારે અન્ય કેટલાક વેપારીઓના પગથિયા તોડી પાડતા નારાજગી જોવા મળી હતી.રાજુલા નગરપાલિકા ઇન્ચાર્જ ચિફ ઓફિસર એચ.કે.બોરડ એ કહ્યું અઠવાડિયા પહેલા અમે નોટિસો આપી હતી આજે મેગા ડીમોલેશનની કામગીરી શરૂ કરી છે લગભગ 400 જેટલા કેબીનો સ્વૈચ્છિક રીતે હટી ગયા છે જેથી કોઈ નુકસાન નથી થયુ હાલમાં જાહેર માર્ગો ઉપર રહેલા છપરા ઓટલા બધું હટાવી રહ્યા છે શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે ડીમોલેશન હતું
રાજુલા રેલવેની જમીનમાં ગેરકાયદેસર ઝૂંપડા નોટિસ વગર તોડી પાડ્યારાજુલા એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ રેલવેની પડતર જમીનમા ગેરકાયદેસર રીતે બાંધેલા 5 થી વધુ ઝૂપડામાં રોજે રોજનું કમાય મજૂર વર્ગનો પરિવાર વસવાટ કરતો હતો અને તે ઝૂપડા રેલવે વિભાગ દ્વારા બુલડોઝર ફેરવી તોડી પાડતા ઘરનો સમાન તૂટી ગયો અને નોટિસ ન આપી હોવાનો આક્ષેપ કર્યો હતો સમગ્ર બાળકો સાથે મહિલાઓ ઘર વિહોણી બની હતી વૃદ્ધ મહિલાઓ સહિત પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો બુલડોઝર ફેરવ્યા બાદ અહીં વૃદ્ધ મહિલાઓ તેમનો તૂટી ગયેલો સામાન શોધતી જોવા મળી હતી અહીં મહત્વ ની વાત એ છે રાજુલા શહેરમાં રેલવે સ્ટેશન બંધ છે રેલવે લાઇન બંધ છે પાટા પણ નથી આ જમીન કોઈ ઉપયોગમાં નથી તેમ છતાં આ પ્રકારની ડીમોલેશન કરતા રેલવે વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા અને રેલવેના એક પણ જવાબદાર અધિકારી હાજર રહ્યા નહિ માત્ર છજીૈં કક્ષાના કર્મચારીઓ જોવા મળ્યા હતાઝૂંપડ પટ્ટીમાં રહેલી જયાબેન નામની મહિલાએ કહ્યું અમને નોટિસ આપી નથી અને અમારા ઘર તોડી નાખ્યા અમારો સમાન તોડી નાખ્યો ખાવાની બધું તૂટી ગયું વાસણો અંદર રહી ગયા સીધું આ બધું અમારું પાડી દીધું આ વરસાદી માહોલમાં હવે અમારે ક્યાં જવું? પેલા નોટીસને એવું કાય અમને મળ્યું નથી આ નાના છોકરાવ પણ છે.