રાજુલામાં મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો પોકેટ કોપ મોબાઇલની મદદથી પોલીસે ભેદ ઉકેલ્યો

અમરેલી,
રાજુલા, તત્વ જ્યોતિ વિસ્તાર, ગઢની રાંગ પાસે,શેરીમાંથી ફરી.શ્રીનું મોટર સાયકલ રજીસ્ટર નંબર-ય્વ 14 છશ 2561 મોટર સાયકલ આશરે કિ.રૂ.20,000/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે અંગે કલ્પેશભાઇ અશોકભાઇ ચુડાસમા રહે.રાજુલાએ ફરીયાદ આપતા, અજાણ્યા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇનાઓની રાહબરી હેઠળ ગઇ તા.21/09/22 નાં રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ.નાઓએ ચોરી થયેલ સ્થળ નજીકના સી.સી.ટી.વી કેમરાના ફુટેઝ તથા વાહનોના નંબરો પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરી,તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી વિઠલભાઇ કાળુભાઇ ડોડીયા અંગે ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલેલ છે.