રાજુલા,
રાજુલામાં જાહેરનામાને કારણે મોટા વાહન બંધ થતા મુશ્કેલી સર્જાઇ છે શહેરમાં મોટા વાહનો ન પ્રવેશવા અંગેનું જાહેરનામાને પગલે વેપારીઓ આશ્ર્ચર્યમાં પડી ગયા છે આ અંગે વેપારી એસો. પ્રમુખ ગૌરાંગભાઇ મહેતાએ જણાવ્યુ કે અહીં ઉદ્યોગો આવતા અન્ય રાજ્યના મજુરો સિન્ટેક્ષ, પીપાવાવ એલએનટી, પાવર પ્લાન્ટ વગેરેમાં રહે છે અને કંપનીની બસોમાં અવર જવર કરે છે તેથી વેપારીઓને રોજગારી પણ સારી મળે છે બે દિવસથી કંપનીની એસટી બસ આવતી નથી તેથી ખરીદીને અસર થઇ છે. એસટી બસો માટે એસટી વર્કશોપ બાજુમાં જગ્યા ફાળવવી જોઇએ પીઢ વેપારી બકુલભાઇ વોરાએ જણાવ્યુ કે બહારથી ટ્રકમાં માલ આવતો હતો તે હવે ગોડાઉન સુધી આવતો નથી વેંપારીઓએ ડબલ ભાડા દેવા પડે છે. ભાજપ અગ્રણી રવુભાઇ ખુમાણે જણાવ્યુ કે ડુંગરાળ વિસ્તાર કે સરકારી પડતર જગ્યા હોય ત્યાં અથવા ભેરાઇ રોડ પુરો થાય ત્યાં એસટી અને પાર્કિગ કરવુ જોઇએ. જેથી ખાનગી બસો ટ્રકો ઉભા ન રહે અગાઉના વર્ષોમાં મહુવા ભાવ નગર ઉના ખરીદી માટે બંધ કરી રાજુલા કાયમી ખરીદી કેન્દ્ર શરૂ કર્યુ ત્યાર પછી આ સ્થિતીનું નિર્માણ થયુ છે. એસટી બસો અન્ય સીટીમાં ન જાય અને રાજુલાના વેપાર ધંધામાં વેપારીઓને લાભ મળે તે માટે ટ્રાફીક પ્રશ્ર્ને જગ્યા ફાળવવા માંગ કર્યાનું સંયુક્ત યાદીમાં જણાવ્યુ