રાજુલામાં મોબાઇલ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલતી પોલીસ

અમરેલી,રાજુલા પો.સ્ટે.માં ઇએફ્આઇર થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના વણ-ઉકેલાયેલ ગુનાનો હયુમન સોર્સથી ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ કિ.રૂ.20,000/- સાથે એક ઇસમને પકડી પાડી 100% મુદામાલ રાજુલા પોલીસે રીકવર કર્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર તા.09/10/2022 ના કલાક-23/00 થી તા.10/10/22 કલાક-01/00 વાગ્યા વચ્ચેના કોઇ પણ સમયે રાજુલા, ખેતાગાળા વિસ્તારમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ આ કામના ફરીયાદીનો ઓશીકા નીચે રાખેલ વીવો કંપનીનો દુધીયા કલરનો ્ 1 ઁર્િ મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ.20,000/- નો ચોરી લઇ ગયેલ હોય જે અંગે રોહીતભાઇ ભુપતભાઇ સોલંકી રહે.રાજુલા જિ.અમરેલીનાઓએ સીટીઝન પોર્ટલમાં ઈ-ખૈંઇ દાખલ કરેલ જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં.-11193050220 906/2022 આઇ.પી.સી. કલમ -379 મુજબનો ગુનો રજી.થયેલ હતો. સદર ગુનાની આગળની તપાસ બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ.રાજુલા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ હતા.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરાએ સાવરકુંડલા વિભાગનાઓએ મિલ્કત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હતું. જે મુજબ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇનાઓની રાહબરી હેઠળ ગઇ તા.03/10/22 નાં રોજ ઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.એમ.વાળા, અનાર્મ હેડ કોન્સ.નાઓએ ચોરી થયેલ સ્થળ નજીકના સી.સી.ટી.વી કેમરાના ફુટેઝ તેમજ ખાનગી બાતમીદારો મારફતે આરોપી પ્રવિણભાઇ કેશુભાઇ ચૌહાણ (દેવીપુજક) ઉ.વ.32 ધંધો.મજુરી રહે.રાજુલા ખેતાગાળો શાખડાની ધાર તા.રાજુલા જી.અમરેલીને ચોકકસ બાતમી મેળવી, ઉપરોક્ત ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી મોબાઇલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલેલ છે.