રાજુલામાં યુવાનને વિશ્ર્વાસમાં લઈને છેતરપીંડી કરી : ફરિયાદ

અમરેલી,

રાજુલા જીવાબાવા ચોકમા રહેતા ઈસ્માઈલભાઈ અબ્દુલભાઈ બોળાતર તેમજ તેના ભાઈ રીજવાનને આંગણવાડી કેન્દ્રના બ્રાન્ચ મેનેજરની ખોટી ઓળખ આપી વિશ્ર્વાસમા લઈ મો. 8084238289 વાળા કોઈ શખ્સે ઈસ્માઈલભાઈની દિકરીના નામે રૂપિયા આવેલ છે. તેવી ખોટી લાલચ આપી ગુગલ પે દ્વારા ઈસ્માઈલભાઈ પાસેથી રૂ/-20,000 તેમજ તેના ભાઈ પાસેથી રૂ/-2000 મેળવી છેતરપીંડી કર્યાની અમરેલી સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી