અમરેલી,
રાજુલા વોરાવાડ સરકારી શાળા નં. 2 પાસે કિરીટભાઈ ભરતભાઈ ચૌહાણ ઉ.વ. 19 ને ફોન કરી કહેલ કે તું કેમ પોલિસમાં મારી બાતમી આપે છે તેવું જણાવી કમલેશ નરેશભાઈ વાણવીએ કમરમાંથી છરી કાઢી મારી નાખવાના ઈરાદે છરીનો એક ઘા ડાબી બાજુ ગળાના ભાગે મારતા ડાબો હાથ આડો કરતા હાથની આંગળીમાં ઈજા કરી છરી વડે જીવલેણ ઘા મારી ઈજા કર્યાની રાજુલાપોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઈ.સી.એસ. કુગસીયાની ટીમે આરોપી કમલેશને પકડી પાડ્યો