રાજુલામાં રેલવે ટ્રેક પર થી લાલભાઇની લાશ મળી : અકસ્માત કે આપઘાત..?

રાજુલા,રાજુલા ના ભેરાઈ રોડ પર આવેલ લીલાપીર ની ધાર નજીક આવેલ રેલવે ટ્રેક પર બપોર બાદ સાંજ ના સમયે અહી ફાટક નજીક થી લાશ મળી આવી છે જોકે આ ઘટના ના સમાચાર મળતા રાજુલા પી.આઈ.જે.ડી.જાલા ની ટીમ ઘટના સ્થળે પોહચી સ્થાનિક લોકો ની પૂછ પરછ શરૂ કરી તપાસ શરૂ કરી પોલીસ તપાસ કરતા રેલવે ટ્રેક આસપાસ રેહતા લાલભાઈ કાળુભાઇ સોરઠીયા રે રાજુલા ની લાશ હોવાનુ જાણવા મળી રહ્યું છે જોકે ફાટક થી થોડે દુર ઘટના બની હોવાનુ જાણવા મળી રહ્યુ છે અને પરિવાર પાસે થી જાણવા મળતી વિગત મુજબ માનસિક અસ્થિર હોવાને કારણે અકસ્માતે મોત પણ થયુ હોવાનુ પોલીસ ની પ્રાથમિક તપાસ મા જાણવા મળી રહ્યુ છે જોકે હાલ મા રેલવે કર્મચારી અને પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ કરી રહી છે લાશ ને રાજુલા હોસ્પિટલ પોહચાડવા માટે ની કવાયત હાથ ધરી છે.