રાજુલામાં વિદેશી દારૂની 84 બોટલો ઝડપાઇ

રાજુલા,
રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 84 બોટલ ઝડપી લીધી છે.જેની કિંમત રૂ.25,200/- ની હેરફેર કરતા એક શખ્સને વાહન સહિત કુલ કિં.રૂ.3,30,200/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક ટાટા જેનીન કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી ખારી ગામના રોડ તરફથી આવે છે, જે બાતમી આધારે વોરામાં હોય તે દરમિયાન હકિત વાળી ટાટા કાર આવતા જેને રોકવા પ્રયાસ કરતા ગાડી ઉભી રાખેલ ની, જેનો પોલીસ સ્ટાફે પીછો કરતા ટાટા કાર આગળ રસ્તામાં ઉભી રાખી બે શખ્સો નાસવા જતા એક શખ્સ ુ છગનભાઇ શિયાળ, 3.વ.30, રહે.ખરક, તા.મહુવા, જિ.ભાવનગર 4 રહે.ખેરાળી, તા.રાજુલા, અમરને પકડી પાડેલ અને શખ્સ ભીખુ બાબરીયા અને જસુ ભાભલુભાઇ ભુંકણ નાસી ગયેલ છે જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.