રાજુલામાં વીજળી પડતા દુલર્ભ નગરમાં આખલાનું મોત

રાજુલા,
રાજુલામાં વિજળી પડતા દુર્લભનગર વિસ્તારમાં આખલાનું મોત થયુ હતુ જ્યારે ભાક્ષી ગામે વિજળી પડતા ભેંસનું મોત થયુ હતુ. આજે ભાક્ષી ગામે ગાજવીજ સાથે વરસાદ પડવાથી હાજાભાઇ શામળાભાઈ ભરવાડ ની ભેશ પોતાની વાડીએ પીપર નીચે બાંધેલ હોય જે વીજળી પડવાથી તેમનું મૃત્યુ થયું છે એમના સમાચાર મળતા રાજુલા પશુ ડોક્ટર ભૂત, તલાટી મંત્રીશ્રી કથીરીયાભાઈ તેમજ તાલુકા પંચાયત શ્રી કનુભાઈ ધાખડા પોલીસ સાથે ધટના સ્થળે દોડી ગયા હતા.