રાજુલામાં શ્રી પુરોહિત પરિવારમાં યજ્ઞોપવિત,સગાઇ પ્રસંગ ઉજવાયા

રાજુલા,રાજુલાના વિખ્યાત ગોલ્ડમેડાલીસ્ટ એસ્ટ્રોલોજીસ્ટ અને બ્રહ્મ સમાજના આગેવાન શ્રી રમેશભાઇ પુરોહીત પરિવારમાં યજ્ઞોપવિત અને સગાઇ પ્રસંગ મહેમાનો અને સ્નેહીઓ અને મિત્રોની ઉપસ્થિતીમાં ઉજવાયો હતો.અ.સૌ.રૂપાબહેન અને શ્રી રમેશભાઇ મગનલાલ પુરોહિતની સુપુત્રી ચિ. ડૉ. નિરાલીની શુભ સગાઇ રાજુલા નિવાસી અ.સૌ. જયોત્સનાબહેન અને શ્રી પ્રકાશભાઇ મોહનભાઇ ત્રિવેદીના સુપુત્ર ચિ. ડૉ.પ્રશાંત સાથે યોજાઇ હતી.આ ઉપરાંત એક જ દિવસે બે બે શુભ પ્રસંગો ઉજવાયા હતા ગં. સ્વરૂપ ભાનુબહેન મગનલાલ પુરોહીતના પૌત્ર અને અ.સૌ.રૂપાબહેન અને શ્રી રમેશભાઇ મગનલાલ પુરોહિતના સુપુત્ર ચિ.માધવના ઉપનયન સંસ્કાર યોજાયા હતા. આ ઉપનયન અને સગાઇ પ્રસંગે રાજુલા-જાફરાબાદ અને ખાંભાના ધારાસભ્ય શ્રી અંબરીષ ડેર તથા શ્રી પુરોહીતના ના બહોળા મિત્ર વર્તુળ અને સબંધીઓ ગામે ગામથી પધાર્યા હતા અને બન્ને પ્રસંગોએ શુભકામનાઓ પાઠવી હતી.