રાજુલામાં સરકારી ગેસ્ટહાઉસમાં ચામાચીડીયાના ધામાથી ફફડાટ

રાજુલા,રાજુલાના સરકારી ગેસ્ટહાઉસ આવેલા વૃક્ષો ઉપર અચાનક હજારોની સંખ્યામાં ચામાચીડીયા આવતા અને પ્રાથમિક તબક્કે કોરોના ચામાચીડીયામાંથી આવ્યો હોવાની ઉડેલી વાતોના પગલે રાજુલામાં ફફડાટ ફેલાયો હતો સાંજના સમયે વૃક્ષ ઉપર હજારોની સંખ્યામાં આ પક્ષીઓ આવે છે અને દિવસના તેને કોઇ ઉડાડે તો તે ઉડતા ન હોવાનું અને તેની મોટી સંખ્યાથી લોકો આશ્ર્ચર્યમાં મુકાય ગયા છે.આ અંગે પર્યાવરણ વિદ શ્રી જીતેન્દ્ર તળાવીયાનો સંપર્ક કરતા તેમણે આ પક્ષીઓની તસ્વીર જોઇ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ચામાચીડીયામાં વાગોળ, વડ વાંગળુ, અબાદીય એમ વિભિન્ન પ્રકારો આવે છે રાજુલામાં આવેલ આ પક્ષી વાગોળ છે અને તે સસ્તન પક્ષી છે તે ફળો ખાય છે અને તેનું મોઢુ ઉંદર જેવુ હોય છે અને તેને કાન પણ હોય છે આ પક્ષી ઇંડા નથી મુકતુ તે સીધા બચ્ચાને જન્મ આપે છે અને તે ઉંધ્ાુ લટકીને ભોજન કરે છે નેસડી પાસેના નાના સમઢીયાળા તથા તુલસી શ્યામ પાસેના અંદરના ગાળાના વિસ્તારમાં અને અમરેલીના ઠેબી ડેમ પાસે પણ આવા વાગોળની વસાહત છે.