રાજુલામાં સિંહો માટેની 30 કરોડની યોજના પાણીમાં

રાજુલા,
દેશની આન બાન શાન સમાં સિંહોની સંખ્યા સૌવથી વધુ અમરેલી જિલ્લામાં વધી છે સાથે કાગળ પર પણ સૌવથી વધુ સંખ્યા ગુજરાતમાં અમરેલીમાં નોંધાય છે ત્યારે સિંહોની સુરક્ષા રાજય સરકાર દ્વારા વધારવાની જરૂરિયાત ઉભી થઇ છે રાજુલા પીપાવાવ અહીં થોડા વર્ષો પહેલા રાજુલા થી પીપાવાવ પોર્ટ 10 કિલોમીટર નો એરિયા જે રેલવે ટ્રેક આવેલો છે જેની આસપાસ રેવન્યુ વિસ્તારમાં સિંહોનો દબદબો છે મોટી સંખ્યામાં સિંહોના ટોળા ઓ વસવાટ કરી રહ્યા છે તે 24 કલાક રેલવે ટ્રેક ક્રોસિંગ કરતા હોય છે જેના કારણે અકસ્માતની ઘટનાઓ વધતી હોય છે ત્યારે બાદ રાજ્યની સરકાર દ્વારા 30 કરોડ ઉપરાંતનો ખર્ચ કરી ટ્રેક આસપાસ સિંહો અવર જવર ન કરે તે માટે ફેનસિંગ લાગવામાં આવી છે પરંતુ તેમ છતાં સિંહો રેલવે ગેટ માંથી ઘુસી જાય છે કેટલીક વખત ફેનસિંગ પર છલાંગ લગાવી પણ અહીં સિંહો આવે છે કેમ કે સિંહો માટે અવર જવર કરવા માટે કોઈ અંડર બ્રિજ કે કોઈ રસ્તો નથી જેના કારણે સિંહોને ના છૂટકે રેલવે ટ્રેક પર જવાની જરૂર પડે છે જેથી સિંહો માટે રાજ્ય સરકાર કરોડોના ખર્ચ કરે છે પરંતુ સ્થાનીક લોકોને સાથે રાખી અંડર બ્રિજ બનાવવાની માંગ ઉઠી છે. 8 મહિના પહેલા સીનયર વનવિભાગની ટીમ પીપાવાવ રેલવે ટ્રેક આસપાસ સર્વે કરવા આવી હતી જેમા અંડર ગ્રાઉન્ડ બ્રિજ સહિત સુવિધા બનાવવા અને ફેનસિંગ ની હાલત કેવી છે આ અંગે સીનયર તપાસ કમિટીની રચના કર્યા બાદ આ સર્વે કરી સરકારને એક રિપોટ પણ સોંપ્યો હતો ત્યારબાદ કેટલાય મહિના વીત્યા હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય આવ્યો નથી જેના કારણે સિંહો ઉપર હજુ સતત ખતરો ટોળાય રહ્યો છે ત્યારે આ વિસ્તારના પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન સહિત સ્થાનીક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ માંગ ઉઠાવી છે સિંહો માટે અવર જવર કરવા માટે કોઈ રસ્તો જ નથી તો સિંહો ટ્રેક પર ન આવે તે માટે રાજ્ય સરકાર ફરી વિચારણા કરી અહીં અંડર બ્રિજ બનાવે તો સિંહોની સુરક્ષા અને સિંહો ને પડતી મુશ્કેલી ઘણા અંશે દૂર થાય તેમ છે આ ઉપરાંત ફેનસિંગ રીપેરીંગ અથવા કોઈ નવો પ્રોજેકટ અહીં કરવાની માંગ કરાય રહી છે. અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ કહ્યું રાજુલા બૃહગીર રેન્જમાં પીપાવાવ પોર્ટ સુધી સિંહોનો કોરિડોર ચાલુ રાખવો જોઈએ અંડર ગ્રાઉન્ડ પુલિયા બનાવવા જોઈએ જેથી સિંહો જય શકે આ ઉપરાંત તાઉતે વાવાજોડાના કારણે સરકાર એ બનાવેલી ફેનસિંગ પણ તૂટી ગઈ છે આ માટે અગાવ સરકારની તપાસ કમિટી પણ અહીં સર્વે કરવા આવી હતી તે ટીમ દ્વારા સરકારને રિપોટ સોંપી દેવાયો છે હજુ સુધી કોઈ કામગીરી કરાય નથી. ભેરાઈ ગામના સિંહ પ્રેમી કથડભાઈ એ જણાવ્યું અહીં સિંહોની સંખ્યા ખૂબ વધી છે પણ તેની સુરક્ષા માટે કોઈ વિચારતું નથી અત્યારે ફેનસિંગ પણ તૂટી ગઈ છે અનેક જગ્યા ખુલી છે જેથી સિંહો ગમે ત્યારે ટ્રેક ક્રોસ કરે છે અને ટ્રેક નીચે પુલિયા બનાવવવા માં આવે તો સિંહોને અવર જવર નો રસ્તો રહે પણ એવું તો ક્યાંય છે નહીં પછી સિંહ જાય તો ક્યાં જાય એવી વાત છે આ વિસ્તારનો પ્રશ્નને સરકાર ગંભીરતા દાખવે બાકી સિંહો બધા ટ્રેકમાં જ મૃત્યુ પામશે. ઉંચેયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા એ કહ્યું રેલવે ટ્રેક આસપાસ વનવિભાગ એ નવો પ્રોજેક લાવો પડશે કેમ કે ફેનસિંગ હોવા છતાં કેટલીક વખત સિંહો છલાંગ લગાવી અંદર આવી જાય છે અને વાવાજોડા પછી તો ફેનસિંગ તૂટી ગઈ છે અને મહત્વ નુ તો એ છે સિંહો અવર જવર ક્યાં થી કરે ના છૂટકે ઉપર ટ્રેક ઉપર આવે કેમ કે અમારા વિસ્તારમા સિંહોની સંખ્યા વધી રહી છે જેના કારણે સરકાર એ હવે સિંહોની ચિંતા કરવી પડશે અમારા વિસ્તાર માટે તો ગૌરવ છે જેથી અમારી પણ માંગણી છે જલ્દી કોઈ પ્લાનિંગ બનાવાય ભૂતકાળમા સૌવથી વધુ સિંહો અહીં ટ્રેક પર મૃત્યુ પામ્યા છે અહીં સૌવથી વધુ સિંહો રેલવે ટ્રેક પર ગુડસ ટ્રેન હડફેટે મોત ને ભેટ્યા છે ત્યારે 8 કરતા વધુ સિંહો ગુડ્સ ટ્રેન હડફેટે આ ટ્રેક પર મોટને ઘાટ ઉતર્યા છે ત્યારે હવે સિંહોની સુરક્ષા અને ચિંતા કરવાનો સમય આવી રહ્યો છે. તાજેતરમાં રાજુલા થી પીપાવાવ રેલવે 45 સેવકોના કોન્ટ્રાકટ એજન્સી આપવા મુદ્દે પણ ભ્રષ્ટાચાર થયાનો ગણગણાટ ચાલી રહ્યો છે કોન્ટ્રાકટ નું ટેન્ડર પૂર્ણ થયા બાદ સરકારના નિયમ મુજબ ઓનલાઈન સરકારી વેબસાઈટ ઉપર કરવા નું હોય છે પરંતુ અહીં ઓનલાઈનના બદલે બારોબાર ભાવનગરના માંનીતા કોન્ટ્રાકટને આપી દેવાયું છે અને ટેન્ડરની જાહેર નિવિદા એક પણ અખબારમાં નહિ આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સર્ચા નું કેન્દ્ર બન્યું છે