રાજુલામાં સ્ટેમ્પ પેપર નહીં મળતા અરજદારોએ હોબાળો મચાવી દીધો

રાજુલા,

રાજુલા માં મામલતદાર કચેરીમાં 100 જેટલા અરજદારો એ આજે કર્યો હોબાળો જેમાં આજે સવાર ના 11 વાગ્યાના 100 બેઠેલા અરજદારો ને સ્ટેમ્પ ના મળતા થયા પરેશાન હોવાની જાણવા મળેલ છે. રાજુલા ના વકીલો ને પણ આજ સવાર થી સ્ટેમ્પ ના મળતા વકીલો એ કર્યો સખ્ત વિરોધ અને જો આ બાબતે યોગ્ય નહિ થાય તો આગળ કાર્યવાહી કરવી પડશે તેવી ચીમકી વકીલો એ ઉચ્ચારેલ છે શહેર માં સ્ટેમ્પબની ખરીદી માટે જાય તો સ્ટેમ્પ ની મૂળ કિંમત કરતાં વધારે રૂપિયા લેવાતા હોવાની ઉઠી પણ ફરિયાદ ઉઠેલ છે હવે જોવાનું એ છે કે તંત્ર ગાડી નિંદ્રામાંથી જાગશે કે કેમ ? જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો રાજુલા બાર એસોશિયન આ બાબતે લડી લેવાના મૂડમાં હોવાનું આ વકીલો એ જણાવેલ છે તેમજ આ સ્ટેમ્પ વેન્ડર અરજદારો સાથે ઉદય ભર્યું વર્તન હોવાનું પણ અરજદારો પાસેથી જાણવા મળેલ છે આ સ્ટેમ્પ વેન્ડર કોમ્પ્યુટર ચાલુ મૂકી અને ચાલુ કામ મૂકીને જતા રહ્યો અને તેની જગ્યા એ કેશિયર ને બેસાડ્યો ? તપાસ થવી જરૂરી…