રાજુલામાં 23 વર્ષીય યુવકનું આખ્યાન દરમિયાન હાર્ટએટેકથી મોત

રાજુલા,

અમરેલી જિલ્લામાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે ગઈ કાલે બપોર બાદ બાબરા શહેરમાં છકડો રીક્ષા ચાલકને હાર્ટ એટેક આવતા ચાલુ ડ્રાયવિંગ દરમ્યાન મોત નિપજ્યા બાદ મોડી રાતે નવરાત્રી મહોત્સવમાંઘટના સામે આવી છે રાજુલા શહેરમાં કોળી સમાજની વાડી ખાતે રામપીરના આખ્યાન દરમ્યાન એક 23 વર્ષના યુવક દિનેશ મનસુખભાઇ શિયાળને હાર્ટ એટેક આવતા મોત થયું તાત્કાલિક મોડી રાતે 1 વાગ્યા આસપાસ રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબીબ દ્વારા હાર્ટ એટેકના કારણે મોત થયાનુ જાહેર કરતા આયોજકો અને પરિવારમા શોકનો માહોલ છવાયો હતો જોકે આ બનાવ બનતા મધરાતે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને નવરાત્રી પટાંગણમા શોકનો માહોલ છવાયો ગયો છે હાલમાં મૃતક યુવક દિનેશ શિયાળનું પી.એમ.હાથ ધરવામાં આવ્યું રાજુલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતકના પરિવારજનોની નિવેદન લેવામાં આવ્યા છે. દિનેશ પરિવારમાં એકનો એકજ હતો. મૃતક દિનેશના પિતા મનસુખભાઇનું અગાવ અવસાન થયું હતું તેમના ભાઈ નું પણ અવસાન થયા બાદ પરિવારમાં એકનો એક લાડકવાયો દિનેશ નું આજે હાર્ટએટેક આવતા મોત થયુ જ્યારે તેમના માતા માછીમારીના ધંધા સાથે સંકળાયેલા હતા. અમરેલી જિલ્લામાં ખેલેયાઓ માટે નવરાત્રી ચિંતાજનક બની છે. અમરેલી જિલ્લામાં નવરાત્રી પાર્ટી પ્લોટ શેરી ગરબામાં રમતા ખેલેયાઓમાં હાર્ટ એટેકના સમાચારથી ચિંતાપ્રસરી ગઈ છે જોકે નવરાત્રી દરમ્યાન હાર્ટ એટેક આવવાની મોડી રાતે પહેલી ઘટના સામે આવી