રાજુલા અને જાફરાબાદના પ્રશ્ર્નોની રજૂઆત કરતા ધારાસભ્ય શ્રી સોલંકી

રાજુલા,

ધારાસભ્ય હીરાભાઈ સોલંકી વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરતા જણાવ્યું હતું કે તા 31/3/2023 ની રાજ્યના માછીમારોને ફિશિંગ બોટમાં ફાઇબર રોડ પર સહાય આપવાની યોજના અમલમાં છે તો મારા વિસ્તારમાં માછીમારોને કેટલી સહાય આપવામાં આવી છે જે પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં સરકાર દ્વારા યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખના 50% લેખે 50000 અથવા ખરીદ કિંમતના 50% બે માંથી જે ઓછું હોય તે 6500 અને 27 લાભાર્થીઓને 3273 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે તેઓ જવાબ વિધાનસભામાંથી આપવામાં આવ્યો હતોતો બીજા પ્રશ્નમાં રાજુલા જાફરાબાદ અને ખાંભામાં હાલની સ્થિતિએ કેટલા શિક્ષકોની ઘટ છે તે બાબતનો પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો જેમાં હાલમાં ગુજરાત સરકારે આપ જવાબ આપ્યા મુજબ રાજુલા તાલુકામાં 283 જાફરાબાદ તાલુકામાં 211 અને ખાંભા તાલુકામાં 181 શિક્ષકોની ઘટ છે તે પહેલી તકે આ તમામ જગ્યાઓ ભરી દેવામાં આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્યોને વિધાનસભા પ્રશ્ન દરમિયાન જવાબ આપવામાં આવ્યો .