રાજુલા,
રાજુલા જાફરાબાદના ધારાસભ્યશ્રી ડેરએ સિંહોના સ્થળાંતરનો મુદો ઉઠાવ્યો હતો અને તેમાં સરકાર દ્વારા જવાબ અપાયો હતો કે રાજુલા જાફરાબાદમાંથી બે વર્ષમાં 20 સિંહના બચ્ચા માતાથી વિખુટા પડયા હતા અને 11 સિંહ માંદા પડયા હતા કુલ બે વર્ષમાં 31 સિંહોને રેસ્ક્યુ કરી લઇ જવાયા હતા જેમાંથી પાંચને અભિયારણ્યમાં અને 23 ને રાજુલા જાફરાબાદમાં પરત મુકાયા હતા અને 3 સિંહોના સારવારમાં મોત થયા હતા.
રાજુલા જાફરાબાદ પંથક માંથી સિંહોના સ્થળાંતર મુદ્દે તાજેતરમા પૂર્વ વાઈલ્ડ લાઈવ વોર્ડન વિપુલ લહેરી સહિત કેટલાક સિંહ અગ્રણીઓ પણ વિરોધ કરી અટકવવા માંગ ઉઠાવી હતી સિંહોને અહિજ રાખવા માટે ની માંગ કરાય હતી ત્યારે આજે આ મુદ્દો રાજુલા જાફરાબાદ ખાંભા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિધાનસભા મા પુછયો છેલ્લા 2 વર્ષ માં રાજુલા જાફરાબાદ વિસ્તારના કેટલા સિંહો અને ક્યાં કારણોસર અન્ય સ્થળે લઈ જવાયા છે ત્યારે આજે રાજય સરકાર દ્વારા આ મુદ્દે જવાબ આપ્યો હતો.