રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરીયા ખાતર નહી મળતા ખેડૂતોમાં ભારે રોષ

  • ખેતીની સિઝનમાં જરૂરિયાતનાં સમયે જ 
  • કલાકોના કલાકો સુધી લાઈનમાં ઊભ રહેવા છતાં ખાતર મળતુ નથી

રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં વરસાદ થયા બાદ જગતનો તાત ખાતર લેવા ફરી રહ્યો છે આ પ્રશ્ને અગાઉ નારણભાઈ કાછડીયા હીરાભાઈ ને રજૂઆત કરવા છતાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર મળતું નથી પીપાવાવ બંદર કરોડો રૂપિયાનું ખાતર યુરિયા હોવા છતાં રાજુલા જાફરાબાદ પંથકમાં ખેડૂતો ખાતર વિહોણાં હેરાન પરેશાન થાય છે ખેડૂતોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા આ વિસ્તારના આગેવાનો દ્વારા પીપાવાવ પોર્ટ માંથી ખાતર પૂરતા પ્રમાણમાં મળશે પરંતુ તે જાહેરાત પોકળ સાબિત થશે હાલ ખેડૂતો રાજુલા ખરીદ વેચાણ સંઘમાં સવારથી લાઇનમાં ઊભા રહેશે પરંતુ બપોર થાય તો વારો આવવાનો હોય ત્યાં યુરિયા ખાતરનો જથ્થો ખૂટી જતો હોવાની ફરિયાદ કરો ઉઠવા પામી છે .ખેડૂતોના જણાવ્યા વરસાદ સારો થયો હોવાથી ખાતરની ખાસ જરૂર છે ત્યારે ખાતર ન મળતા ખેડુતોએ હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ તેવી સ્થિતિ નિર્માણ થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું આ વિસ્તારના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ પીપાવાવપોટ માંથી યુરિયા ખાતર વ્યવસ્થા કરાવે તેવી માંગણી ખેડૂતોમાંથી ઉઠવા પામી છે.