રાજુલા અને મહુવા વચ્ચે બિસ્માર રોડના કારણે ટ્રક હાઇવે પરથી ઉતરી ગઇ, ૧૦ લોકોનો બચાવ

અમરેલી,

અમરેલી જિલ્લામાં માર્ગો અતિ બિસમારના કારણે વાંરવાર નાના મોટા અકસ્માતની ઘટના વાંરવાર આવે છે, ત્યારે ફરીવાર આજે મોટી દુર્ઘટના ટળી છે હતી. રાજુલા અને મહુવા વચ્ચે માંડળ ગામ નજીક માર્ગ ખરાબ હોવાના કારણે એક ટ્રક ખાળીયામાં ઉતરી ગઇ હતી. જોકે, સદભાગ્યે ટ્રક અટકી જતાં તેમાં સવાર ૧૦ મજુરોનો બચાવ થયો હતો. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અનેક બાઇક ચાલકોના મોત અકસ્માતના કારણે થયા છે.

રાજુલાથી માંડી મહુવા સુધી માર્ગ અતિ બિસમાર અને ધૂળ ઉડવાના કારણે નાના મોટા અકસ્માત સર્જાય છે, ત્યારે ફરીવાર આજે મોટી દુર્ઘટના ટળી હતી. માંડળ ગામ નજીક ખરાબ માર્ગના કારણે એક ટ્રક ખાળીયામાં ટ્રક ઉતરી ગઇ હતી. દુર્ઘટના સર્જાય તે પહેલાં જ ટ્રક અટકી જતાં તેમાં સવાર ૧૦ જેટલા મુસાફરોનો બચાવ થયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.

ટાભાગે સ્ટેટ હાઇવે બિસ્માર રાજુલા ખાંભા જાફરાબાદના ગ્રામીણ વિસ્તારના સ્ટેટ હાઇવે અતિ બિસ્માર હોવાને કારણે વાહન ચાલકો પરેશાન થાય છે અને નાના મોટા અકસ્માત સર્જાય છે વહેલી તકે આ હાઇવેનું સમારકામ નહી થાય અથવા નવા માર્ગ નહી બને તો અકસ્માતની સંભાવના વધુ જોવા મળશે એમાં નવાઇ નહીં.