રાજુલા, અમરેલી પંથકમાં સતત હળવા ઝાપટા વરસ્યા

  • વરસાદી વાદળો છવાયેલા રહયાં પણ વરસાદ નહીં

અમરેલી,
અમરેલી રાજુલા પંથકમાં માત્ર હળવા ઝાપટાઓ પડયા હતા. અમરેલીના ગઇ રાત્રે પણ અવાન – નવાર ઝરમર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજે સવારથી આકાશ વરસાદી વાદળોથી ઘેરાઇ ગયુ છે. જયારે રાજુલા પંથકમાં પણ છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. કલેકટર કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે રાજુલામાં 3મીમી વરસાદ પડયો હતો. જીલ્લામાં અન્યન્ત્ર કયાંય નોંધપાત્ર વરસાદ પડયો ન હતો. ગ્રામ્ય વિસ્તારમાં છુટાછવાયા ઝાપટા પડયા રહયાં હતા.