રાજુલા એસટી ડેપોમાં દિવાળી નજીક આવી પણ મંદીનો માહોલ

  • માત્ર આવક કોરોના એસટી તંત્રને પણ નડશે
  • ગત વર્ષે દિવાળીમાં રોજના અઢી લાખની આવક હતી તેના બદલે 75000 આવ્યાં

રાજુલા,
અમરેલી જિલ્લાનો સૌથી વધુ આવક ધરાવતો રાજુલા એસ.ટી ડેપો માં કોરોના પહેલા બેથી અઢી લાખની આવક પરંતુ આ વર્ષે કોરોના ના કારણે દિવાળી નજીક આવી જતા મુસાફરો રાજુલા એસટી ડેપો માં જોવા મળતા નથી ગત વર્ષે દિવાળી પહેલા રોજ અઢી લાખની આવક આવતી હતી તેના બદલે . કોરોના ના કારણે માત્ર 75 હજારની આવક છે અને નવી એસટી ડેપો દ્વારા નવા રૂટો એસટી બસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ટ્રાફિક ના અભાવે બંધ કરવી પડી હતી એસટી તંત્રને પણ કોરોના નડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી દિવાળી હોવા છતાં એસટી ડેપો સૂમસામ જોવા મળે છે જેમાં મહત્વનું કારણ કોરોના અને મંદી હોવાનું મુસાફરો માંથી જાણવા મળે છે.