રાજુલા કુંભારવાડામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા ત્રણ મહીલા સહીત છ ઇસમોને પકડી પડતી રાજુલા ટીમ

રાજુલા ટાઉન કુંભારવાડામાં ભારત બેકરી સામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ત્રણ મહીલા સહીત છ ઇસમોને રોકડા રૂ.૧૨,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી નાઓએ અમરેલી જીલ્‍લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્‍વયે પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ  રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ ટીમે રાજુલા ટાઉન કુંભારવાડામાં ભારત બેકરી સામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા ત્રણ મહીલા સહીત છ ઇસમોને રોકડા રૂ.૧૨,૩૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
(૧) અસ્લમભાઇ અકબરભાઇ ગોરી ઉ.વ.૩૨ ધંધો.ઘરકામ (૨) સમીરભાઇ અનવરભાઇ કાદરી ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ (૩) આતીફભાઇ શહાદતખાન પઠાણ ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ (૪) શહેનાજબેન વા/ઓ મહેબુબભાઇ રહીમભાઇ સોરા ઉ.વ.૪૦ ધંધો.ઘરકામ (૫) રહીશાબેન વા/ઓ અસ્લમભાઇ અકબરભાઇ ગોરી ઉ.વ.૩૨ ધંધો.ઘરકામ (૬) રેશ્માબેન ડો/ઓ યુસુફભાઇ પઠાણ ઉ.વ.૩૦ ધંધો.ઘરકામ રહે.તમામ રાજુલા
આ કામગીરી પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહેબ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પરેશભાઇ મનુભાઇ દાફડા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિહ રાજુભા ગોહિલ તથા વુ.પો.કોન્સ ધીરજબા કે. ભાટ્ટી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.