રાજુલા ખાંભા વિસ્તારમાં વિજ ચેકીંગ : 36 ટીમો ત્રાટકી

,અમરેલી
પીજીવીસીએલ સર્કલના સાવરકુંડલા ડીવીઝનમાં આજે કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા પીજીવીસીએલની 36 ટીમોએ સીકયુરીટી સાથે રાજુલા ટાઉનઅને ગ્રામ્ય વિસ્તાર તથા ખાંભાના ગામોમાં વીજચેકિંગ કર્યુ હતુ જેમાં 408 કનેકશનો ચેક કરી રેસીડેન્સના 87 વાણીજય 5 મળી 92 જોડાણોમાં રૂા.16.39 લાખની ગેરરીતી પકડી પાડી હતી રાજુલાના તત્વજયોતી, પટેલપરા, ભંડારીયા વિસ્તારોમાંથી વીજચોરી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.ચેકિંગ ટીમોને કારણે કેટલા પાવર ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.