રાજુલા ગોકુલનગર સોસાયટીમાં વગર વરસાદે જળ બંબાકાર

  • ગોકુલ નગરમાં પાણી સતત ભરાવવાનાં કારણે
  • 19 વર્ષ થી આ ગંભીર પ્રશ્ર્ન ઉકેલવામાં ભાજપ કોંગ્રેસ નિષ્ફળ : હિજરત કરવાની ચીમકી

રાજુલા શહેર માં આવેલ ગોકુલ નગર વિસ્તાર માં દર ચોમાસે અન્ય વિસ્તાર માંથી અહીં પાણી આવતું હોવાનું કારણે લોકો માં ભારે રોષ ફાટી નીકળ્યો છે જયારે હાલ માં વરસાદ નથી પરંતુ પાણી નો કોઈ નિકાલ થતો નથી તેને લઇ ને નારાજગી ભર્યું વાતાવરણ સમગ્ર સ્થાનિકો માં જોવા મળી રહ્યું છે જયારે આજે પાણી નો ભરાવો થતા સ્થાનિક લોકો માં ભારે પરેશાન થતા સ્થાનિક લોકો મોટી સંખ્યા માં એકઠા થયા હતા હાલ માં કોરોના ની મહામારી વચ્ચે લીલું ચમ જામી ગયેલું પાણી ના કારણે લોકો માં રોષ જોવા મળ્યો હતો સ્થાનિક લોકો દ્વારા ચીફ ઓફિસર,પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર અને સ્થાનિક રાજકીય પ્રતિનિધિ ઓ ને રજુઆત કરાય છે જયારે અહીં દર વર્ષ નો આ ગંભીર પ્રશ્ન હોવાને કારણે લોકો આજે ભારે રોષે ભરાયા હતા અને આવતા 8 દિવસ માં આ પ્રશ્ન હલ નહીં થાય તો સ્થનિક લોકો હિજરત કરવા ની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે જયારે સ્થાનિક લોકો કહેવા પ્રમાણે અહીં વર્ષો થી આ પ્રશને કોઈ ઉકેલ લાવી શક્યું નથી જેના કારણે આજે લોકો માં વધુ પડતી નારાજગી જોવા મળી હતી જયારે બપોર બાદ નગરપાલિકા ના સદસ્ય ના પ્રતિનિધિ અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જોશી દોડી આવ્યા હતા અને ટેન્કર મારફતે પાણી નો નિકાલ કરવા ની કાર્યવાહી હાથ ધરી હતી જયારે સ્થાનિકો એવી માંગ કરી રહ્યા છે અહીં કાયમી પાણી નો નિકાલ કરો આવા મહામારી સમયે આરોગ્ય તંત્ર ના અધિકારી ઓ એ પણ વિઝીટ કરવી જોઈએ પરંતુ આજે લોકોએ કંટાળી હિજરત કરવા ના મૂડ માં જોવા મળ્યા હતા.