રાજુલા ચારનાળા રોડ ઉપર ટ્રક-બાઇક અથડાતા ત્રણનાં મોત

  • રાજુલા, જાફરાબાદને જોડતા ભાવનગર, સોમનાથ નેશનલ હાઇવે ઉપર ભારે કરૂણાંતિકા સર્જાઇ
  • ઘટના સ્થળે પૂર્વ સંચદીય સચીવ સહિત અગ્રણીઓ દોડી ગયા હતા અને મૃતકના પરિવાર ને હોસ્પિટલમાં સાંત્વના આપી : આગેવાનો પણ હોસ્પિટેલે દોડી ગયાં

રાજુલા,
રાજુલા જાફરાબાદ ને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાથી ચારનાળા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે ટ્રક હિંડોરણાથી કોવાયા તરફ જતો હતો અને બાઇક ચાલક રાજુલાથી તેમના ઘરે ચોત્રા ગામ જતા હતા બાઇક ચાલક પુત્ર માતા પિતા આ ત્રણ બાઇક સવાર જય રહ્યા હતા અચાનક ટ્રક પાછળથી આવતા તેમને હડફેટે લઈ લેતા ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા ત્યાર બાદ તેમના પાસે રહેલા ડોક્યુમેન્ટના આધારે ખબર પડી ચોત્રા ગામના રેહવાસી છે જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ 108 ઘટના સ્થળે પોહચ્યુ હતુ ત્યારબાદ ઘટના સ્થળે પણ ટ્રાફિક જામ સર્જાયો હતો આસપાસના લોકો વાહન ચાલકો પણ દોડી આવ્યા હતા જોકે પરિવારના ત્રણેય લોકોના કચ્ચરઘાણ નીકળી ગયો હતો ઘટના સ્થળે લોહીનું ખાબોચિયું ભરાયુ રીતસર પરિવાર પર આભ ફાટયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે મૃતકો ને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા છે અને પી.એમ માટે કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા અકસ્માત નો ગુન્હો નોંધવા પણ કવાયત શરૂ કરી દીધી છે મૃતક દેવીપૂજક સમાજના લોકો પણ મોટી સંખ્યમા હોસ્પિટલમાં પોહચીયા હતાં. આ અકસ્માતમાં જગુભાઇ વિનુભાઇ વાઘેલા ઉ.વ.28 અને તેમના પત્ની જયશ્રીબેન જગુભાઇ ઉ.વ.26 તથા પુત્ર અલ્પેશ જગુભાઇ ઉ.વ.2નાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. બનાવની જાણ થતા અકસ્માત સ્થળ પર હીરાભાઈ સોલંકી,તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, સહિત અગ્રણી અને હોસ્પિટલમાં ઘટનાની જાણ થતાં નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા,શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ જોશી પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને જરૂરી મદદ કરી હતી.

 

રાજયના પૂર્વ સંચદીય સચીવ સૌવથી પહેલા ઘટના સ્થળે પહોંચ્યાં
રાજય સરકારના પૂર્વ સંચદીય સચીવ હીરાભાઈ સોલંકી ઘટના સ્થળે તુરંત પોહચીયા 108મા બેસાડી ખુદ હોસ્પિટલમા દોડી આવ્યા આ પરિવાર નું ઝડપથી પી.એમ થાય તે માટે સૂચના ઓ આપી અને પરિવાર પર આફ ફાટતા પરિવારને સાંત્વના આપી હતી પરિવાર હિબકે ચડ્યો હોવાથી હીરા સોલંકી હોસ્પિટલમાં ઘણો લાંબો સમય સુધી પરિવાર સાથે રહ્યા હતા

હું ઘરે પોહચ્યો અને સમાચાર દુ:ખદ આવ્યા એટલે તુરંત પોહચ્યો- સોલંકી
પૂર્વ સંચદીય સચીવ હીરાભાઈ સોલંકી એ સાથે વાત ચિત કરતા કહ્યું હું જાફરાબાદ મારા ઘરે પોહચ્યો અને સમાચાર આવ્યા ત્રણ લોકોના અકસ્માતમાં સ્થળ પર મોત થયા એટલે હું ફટાફટ પોહચ્યો પરિવારનાં સંબંધી આગેવાનો નો સંપર્ક કરી જાણ કરી અને મૃતકની બોડી ઓ તાત્કાલિક હોસ્પિટલમાં પોહચાડી છે જ્યારે ત્રણ લોકોના પરિવારમાં મોત થાય સ્વભાવિક છે દુ:ખ થાય ઈશ્વર પરિવાર ને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ જે પ્રાર્થના