રાજુલા જનરલ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ શરૂ કરાવતા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી

રાજુલા,

રાજુલા સિવિલ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ છેલ્લા લાંબા સમયથી બંધ હતું તે બાબત હોસ્પિટલની રૂબરૂ મુલાકાત ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ લીધી અને સરકારમાં રજુઆત બાદ રાજુલા હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ શરૂ થતાં ગુજરાતના આરોગ્યમંત્રી ૠષિકેશભાઈ પટેલ તેમજ ગુજરાત સરકારનો સહૃદય આભાર માન્યો હતો.પ્રજાવત્સલ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો લોકોએ આભાર માન્યો બ્લડ માટે હવે દોડધામ નહીં કરવી પડે આ પ્રસંગે ડોક્ટર જેઠવા તથા ભાજપના અગ્રણીએ શ્રી રવુભાઈ ખુમાણ તથા બકુલભાઈ વોરા સહિત ઉપસ્થિત રહ્યા