રાજુલા-જાફરાબાદનાં 4 સિંહોને રેસ્ક્યુ કરી સક્કરબાગ લઇ જવાયાં

  • રાજુલા, જાફરાબાદ રેવન્યુ વિસ્તારમાં સિંહો પર સંકટનાં વાદળો ઘેરાતા
  • વનવિભાગ તેમના હેલ્થની ચકાસણી કરશે : સતત 1 અઠવાડિયામાં 2 સિંહોનાં મોતની ઘટનાને વનવિભાગે ગંભીરતાથી લીધી

રાજુલા,
ગીર જંગલ વિસ્તા મા પ્રથમ સીડીવી નામનો રોગચાળો વન્યપ્રાણી સિંહ માં આવ્યો હતો અને ટપો ટપ સિંહો ના મૃતદેહ મળ્યા હતા ત્યાર બાદ તાજેતર મા ગીર તુલસીશ્યામ રેન્જ મા બેબસિયા નામનો રોગ આવ્યો હતો અને કેન્દ્ર માંથી ટીમો પણ તપાસ અર્થે આવી હતી હવે ગીર બાદ રાજુલા જાફરાબાદ રેવન્યુ વિસ્તાર ના અતિ તંદુરસ્ત મનાતા સિંહો પર સંકટ ના વાદળો ઘેરાયા છે અહીં તાજેતર મા રાજુલા જાફરાબાદ ની બંને બોડર વિસ્તાર માથી પ્રથમ કોહવાયેલ સિંહ નો મૃતદેહ મળી આવ્યો ત્યાર બાદ એજ અઠવાડિયા મા ટોરેન્ટ નો નામચીન પ્રખ્યાત લાગણીશીલ અને નાગ નામ થી ઓળખાતો સિંહ નો મૃતદેહ તે બોડર નજીક થી જ મૃતદેહ મળી આવ્યો જ્યારે નાગ સિંહ કોલર આઈ.ડી.વાળો સિંહ અને અતિ તંદુરસ્ત હોવાનુ વનવિભાગ માની રહ્યું છે ત્યારે અચાનક એવી તો શુ બીમારી આવી હશે કે મોત થયુ આ ઘટના ની જાણ સ્થાનિક વનવિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાય હતી ત્યાર બાદ પાલીતાણા શેત્રુંજી ડિવિઝન નીચે આવતી બંને રેન્જ ના વનવિભાગ દ્વારા સિંહો ની ચકચણી કરવા માટે અધિકારી ઓ કર્મચારી ઓ કામે લાગ્યા હતા ક્યા ક્યા સિંહો નબળા અને બીમાર છે તેને લઈ વનવિભાગ ના અધિકારી ઓ દ્વારા ધારી ગીર બાદ અહી પણ ગંભીરતા દાખવી રોગચાળા ની આશંકા ના આધારે સિંહો ની રેસ્ક્યુ કરવા ની કામગીરી હાથ ધરી છે જેમા સિંહો ના હેલ્થ ની ચકચણી કરવા માટે સિંહો ના રેસ્ક્યુ કરાય રહ્યા છે સિંહો ના રેસ્ક્યુ બાદ જૂનાગઢ ચકરબાગ ખાતે લય જવાય છે અને ત્યા સિંહો ને રસી આપવા મા આવે છે જેથી સિંહ તંદુરસ્ત થય શકે તેવુ વનવિભાગ માની રહ્યુ છે જ્યારે સમગ્ર સિંહો ની તમામ મુમેન્ટ પર વનવિભાગ નજર રાખી રહ્યુ છે બીજી તરફ રામપરા ટોરેન્ટ વિસ્તાર ના 2 સિંહો ના રેસ્ક્યુ કરી જૂનાગઢ લય જવાયા છે જાફરાબાદ બોડર નજીક થી પણ 2 થી વધુ સિંહો ને રેસ્ક્યુ કરાયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે આમ બંને રેન્જ માથી 4 જેટલા સિહો ને જૂનાગઢ ચકરબાગ ખાતે લય જવાયા છે જયા સિંહો ના હેલ્થ ની ચકચણી અને જરૂરિયાત પ્રમાણે રસી આપવા ની જરૂર લાગશે તેને અપાશે તેવુ વનવિભાગ ના સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે હાલ મા જૂનાગઢ સીસીએફ દુષ્યંત વસાવડા અને પાલીતાણા શેત્રુંજી ડીવીઝન ના ડી.સી.એફ.નિશા રાજ ના માર્ગદર્શન હેઠળ રાજુલા આર.એફ.ઓ.હિતેન્દ્ર સિંહ વાઘેલા,જાફરાબાદ આર.એફ.ઓ.વાઘેલા સહિત ફોરેસ્ટ સ્ટાફ રેસ્ક્યુ ટીમ સહિત ના લોકો સીમ વિસ્તાર અને ડુંગરાળ વિસ્તાર પર પોહચી સિંહો ની ઉપર નજર રાખી રહ્યા છે જરૂર લાગે તેના રેસ્ક્યુ ઓપરેશન પણ કરી રહ્યા છે હાલ મા ચોમાસા ના માહોલ વચ્ચે તાલુકા કક્ષા ના ફોરેસ્ટર ઓફિસરો પણ આ કામગીરી મા જોડાયા છે એશિયાટિક સિહો મા કોઈ ભેદી રોગચાળો ન ફેલાય તેને વનવિભાગ ની કવાયત શરૂ થય છે.

ચારેય સિંહો એજ વિસ્તાર મા આવી જશે : સીસીએફ વસાવડા

વનવિભાગ ના સીસીએફ દુષ્યંત વસાવડા નો ટેલિફોનિક સંપર્ક કરતા કહ્યુ એકજ વિસ્તાર મા 2 સિંહો ના મોત થયા હતા એટલે સિંહો ની ચકાસણી છે અન્ય સિંહો મા કોઈ બીમારી નથી તે માટે હાલ મા 4 સિંહો ના રેસ્ક્યુ કર્યા છે તે ફરીવાર એજ વિસ્તાર મા આવી જશે.

બંને રેન્જ ના સ્ટાફ એ 24 કલાક ફિલ્ડ મા દોડધામ શરૂ કરી

એશિયાટિક સિંહો પર મોટુ સંકટ ન આવે તે માટે રાજુલા જાફરાબાદ બંને રેન્જ ના આરએફઓ સહિતવનવિભાગ નો તમામ સ્ટાફ 5 દિવસ થી સતત 24 કલાક ફિલ્ડ મા કામગીરી કરી રહ્યુ છે અને દોડધામ કરી રહ્યા છે