રાજુલા જાફરાબાદના 50 ગામોમાં અંધારપટ

રાજુુલા,
બીપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે વહીવટીતંત્ર પણ સતત લોકો માટે એલર્ટ બન્યું છે જયાં જયાં જરૂરત લાગે ત્યાં જરૂરી વ્યવસ્થા પણ કરી છે.સંભવીત વાવાઝોડાની અસરના પગલે રાજુલા અને જાફરાબાદ પંથકના 50 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા હાલ ફોલ્ટ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠાને અસર થતા તંત્ર દ્વારા પગલા લેવાઇ રહયા છે બંને તાલુકામાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા 2000લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સલામત સ્થળે ખસેડાયેલ છે દરમિયાન પેરા વિસ્તારમાં દરીયાના મોજા ઉછળ્યા હતા.
રાજુલા જાફરાબાદ ના દરિયાકાંઠે જ્યારે વાવાઝોડાની આગાહીના પગલે છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે તંત્ર દ્વારા આ વિસ્તારમાં સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાંથી 2000 જેટલા લોકોનું સ્થળાંતર સલામત જગ્યાએ કરવામાં આવ્યું હતું જેમાં રાજુલા શહેર જાફરાબાદ શહેર તેમજ દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા ડીએસપી તથા ભાવનગરના આઈજી જિલ્લા વિકાસ અધિકારી તેમજ મામલતદાર શ્રી જાદવ મામદા શ્રી મહેતા અધિકારી તાલુકા વિકાસ અધિકારી ડેપ્યુટી કલેકટર અને કલેકટર સહિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી અને વાવાઝોડાની બે દિવસની ગંભીર આગાહીના અનુસંધાને લોકોને સલામત સ્થળે રહેવા માટે તેમજ જરૂરી વ્યવસ્થા અને ક્યાંય પણ સંપર્ક થાય અથવા તો કોઈ તકલીફ પડે તો તંત્ર સાથે સીધું લાયઝનિંગ માં રહેવા માટે હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવી હતીઆજરોજ જાફરાબાદમાં 20 થી 25 ફૂટના મોજા ઉછળવા જોવા મળ્યા હતા અને દરિયા કાંઠે ભારે કરંટ હોવાથી લોકોમાં પણ એક ભાઈનો માહોલ જોવા મળ્યો હતોઆજે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા આગામી સમયમાં જો વાવાઝોડું ટકરાય અને પરિસ્થિતિ ખરાબ બને તે માટે આગમચેતી પગલાં સ્વરૂપે આખી ટીમ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાગર સરવૈયા ભરતભાઈ જોશી દર્શનભાઈ પપ્પુ ભાઈ કાનાભાઈ અને હીરાભાઈ નો પરિવાર બેસીને ફ્રુટ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને જો આગામી પરિસ્થિતિ વિકટ બને તો તેને પહોંચી વળાય તે માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ફ્રુટ પેકેટની કામગીરી હાથ ઉપર લીધી હતી આજ સવારથી જ તેમનો પરિવાર આ કામગીરીમાં લાગી ગયો છે.
રાજુલા ના વાવેરા રોડ પર ભારે મોટું વૃક્ષ થયું રાજુલા ના વાવેરા રોડ પર ઓસીનતા થી મોટું વૃક્ષ થયું ધરાશઈ થતા આ સમાચાર ફોરેસ્ટ અધિકારી મકરાણી ને મળતા જ તાત્કાલિક તેમણે તેમની ટીમને મોકલી આપેલ અને આ વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી આ રસ્તો ખુલ્લો કરવામાં આવેલો ત્યારબાદ રાજુલાના ડેપ્યુટી કલેક્ટરે કુલદીપ વાળાએરેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ. એમ. મકરાણીને આ બાબતે સૂચના આપવામાં આવેલ કે સંભવિત વાવાઝોડું આવે તો વધુ નુકશાન ના થાય તે માટે ફોરેસ્ટ અધિકારી ની સૂચના થી રાજુલા વનપાલ અને તેની ટિમ દ્વારા મહાકાય વૃક્ષ ને રોડ પર થી ખસેડવાની કામગીરી કરી મુખ્ય માર્ગ ખુલો કરાવવામાં આવ્યો વાહનવ્યવહાર પૂર્વવત કરાયો.આ સિવાય હિંડોરણા રોડ ઉપર પણ કલેકટર સાહેબની સૂચનાથી મોટા મહાકાય વૃક્ષોને રોડ પરથી હટાવવાની કામગીરી પણ કરવામાં આવી ત્યારે હાલ સાઇકલોન સામે તંત્ર તમામ બાબતે કટિબંધ હોવાનું જણાવેલ છે વન તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું